



જામનગર ( ભરત ભોગાયતા)
11 વર્ષથી એક બાળક મોઢુ ખોલી શકતો ન હતો. ત્યારે ખુબ જગ્યાઓ.એ તેના માતા પિતા લઇ ગયા છતાય પરીણામ ન આવ્યુ..પરંતુ એક ડોક્ટરે કમાલ..કરી.!!! રીઝલ્ટ મળ્યુ હતુ….તે ડોક્ટરની વાત અહી કરવાની છે જેઓ છેડો.બાબુ પરમાર એક દયા અને નિપુણતાની બુલંદી….અનેક સર્જરી….તબીબી ક્ષેત્રની ગરીમા જેમણેસરકારી હોસ્પીટલોમા ફરજ બજાવી …નામના કમાયા…તેમની સેવા બોલે છે હજુય ખાનગી હોસ્પીટલ બનાવી “અહર્નિશ સેવામહે” અવિરત છે
ર્ડા.બાબુ એસ.પરમાર ની કહાની જોઇએ તો…….
ર્ડા.બાબુ એસ.પરમાર, એમ.ડી.એસ.,નિવ્રુત પ્રાધ્યાપક એ્ન્ડ વડા,ઓરલ એન્ડ મેક્સિલેસિયલ સર્જરી વિભાગ,ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગર / અમદાવાદ માં ૩૨ વર્ષ અવિરત સેવાઓ આપી,છેલ્લે જામનગર માંથી તા.૩૧-૧૦-૨૦૨૨ માં નિવ્રુત થવાથી ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગર અને આખો સૌરાષ્ટ્ર પંથક એક બહુ જ અનુભવી ઓરલ સર્જન, એકેડેમિશિયન, ક્લિનિશિયન અને સમાજ સેવક ગુમાવ્યો,જે દુખનિય બાબત છે. ર્ડા.બાબુ એસ.પરમારે તેમની ફરજો દરમ્યાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને બીજા ઘણા રાજ્યો ના દુખી, ગરીબ, વી.વી.આઇ.પી અને જરૂરિયાતવાળા હજારો ની સંખ્યા માં દર્દીઓ ની સેવા કરવા નો લાભ આપેલ છે.ર્ડા.પરમારે ઓરલ એન્ડ મેક્સિલો ફેસિયલ સર્જરી વિભાગ,ગર્વમેન્ટ ડેન્ટલ એન્ડ હોસ્પિટલ, જામનગર માં દર્દીઓ ની ઘણી જ કઠીન સર્જીકલ સારવાર કરી દર્દીઓ ના દુખ દૂર કરવા ના પ્રયત્નો કરેલ છે.એટલું જ નહિ, ર્ડા.પરમાર ના અનુભવ અને લાયકાત પ્રમાણે ડી.સી.આઇ., ન્યુદિલ્હી એ ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જરી વિભાગ,ગર્વમેન્ટ ડેન્ટલ એન્ડ હોસ્પિટલ, જામનગર માં ર્ડા.પરમાર ને પી.જી.ટીચર તરીકે બતાવી પી.જી. કોર્ષ ની માન્યતા આપેલ.
ર્ડા.પરમાર એક સારા ઓરલ સર્જન અને સમાજ સેવક પણ છે.જેના ઉદાહરણ સ્વરૂપ બિહાર રાજ્યના પરહરપુર ગામ નો એક રીસ્ત નામનો છોકરો જે નાનપણ માં પડી જવાથી દાઢી ના હાડકા માં વાગતાં જડબા ના સાંધા નું અને ખોપરી નું હાડકું ભેગુ થઇ જવા થી તે ૧૧ વર્ષ થી મોંઢુ ખોલી જ શકતો ન હતો.તેના પિતા ગંગાસાગર દુબે એ બીજી ઘણી હોસ્પિટલો તપાસ કરાવેલ,પરંતુ તેની સારવાર માટે કોઇ સહમત થયેલ નહિ અને છેવટે તેમણે ર્ડા.પરમાર નો સંપર્ક કરેલ. ર્ડા.પરમારે રિસ્ત દુબે ને તપાસી,તેની સર્જીકલ સારવાર કરી,તેનું મોંઢું ખોલી,તેની જીંદગી ને ચારચાંદ લગાવી દીધેલ.જેથી તેના માતા-પિતા એ ર્ડા.પરમાર નો આભાર માની ખુશી વ્યક્ત કરેલ.આમ ર્ડા.પરમારે તેમની ૩૫ વર્ષ ની પોતાની સરકારી નોકરી દરમ્યાન એવા ઘણા બધા દુખી,ગરીબ અને જરૂરિયાત વાળા દર્દીઓ ના કઠીન માં કઠીન ઓપરેશનો કરી દર્દીઓ ની જીંદગી ને જીવવા લાયક બનાવેલ છે.
ર્ડા.પરમારે પોતાની ઓરલ સર્જન તરિકે ની નિપુણતા, સામાજીક લોકસેવક તરિકે નો સ્વભાવ અને લોકોને મદદરૂપ થવા ની ભાવના ને જીદગી પર્યત ચાલુ રહે તે માટે ર્ડા.પરમારે ૨૮,યશપ્લાઝા, પીડીપીયુ રોડ,બીગટાઇમ પાર્લર પાસે,પંચેશ્વર મહાદેવ રોડ, રાયસણ ( ગાંધીનગર ) માં “ ઓરોફેસિયલ,ડેન્ટલ એન્ડ ઇમ્પ્લાન્ટ ક્લિનિક ’’ નો શુભારંભ કરેલ છે.
ડો.પરમાર++++++(( સેવાઓ અને સિદ્ધીઓ……………તબીબ ઉપરાંત …..સમાજ સેવક…ઉમદા વ્યક્તિત્વ….અનેક સિદ્વીઓ અને શ્રેષ્ઠ પ્રદાન……નો સુભગ સમન્વય
ર્ડા.બાબુ પરમાર, ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જન,એકેડેમિશિએશન, ક્લિનિશિયન, રિસર્ચરર અને સામાજીક સેવક તરિકે અવિરત ૩૫ વર્ષ ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, અમદાવાદ / જામનગર માં સરકારી નોકરી માં રહી સેવાઓ બજાવી,ગુજરાત ના હજારો જરૂરિયાત, દુખી, ગરીબ અને વી.વી.આઇ.પી.દર્દીઓ ને દાંત,મ્હોં, ચહેરો અને જડબા ના રોગો નું નિદાન કરી સારવાર કરવાનો મને લાહવો મળેલ છે.જેના માટે હું ગુજરાત ના દર્દીઓ નો આભારી છું.તેમ પણ તેમણે જણાવ્યુ હતુ
વધુમા તેમના વિશે જણાવ્યુ હતુ કે મારી ૩૫ વર્ષ ની સેવાઓ દરમ્યાન મેં નીચે જણાવેલ નિમણુંકો મેળવી ઓરલ સર્જન, એકેડેમિશિએશન, ક્લિનિશિયન, રિસર્ચરર અને સામાજીક સેવક તરીકે વિધ્યાર્થીઓ અને દર્દીઓ ની સેવા કરવાનો પ્રયત્ન કરેલ હતો :
• પ્રાધ્યાપક અને વડા,ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જરી વિભાગ, ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ,અમદાવાદ / જામનગર – ૩૨ વર્ષ.
• પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર – ૨૦ વર્ષ.
• ભારત ની જુદા જુદા રાજ્યો ની યુનિવર્સિટીઓ અંતર્ગત પ્રાઇવેટ અને સરકારી ડેન્ટલ કોલેજો માં એક્ષર્નલ એકઝામિનર તરીકે નો અનુભવ – ૨૦ વર્ષ
• મેમ્બર ઓફ ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુદિલ્હી – ૫ વર્ષ.
• ભારત દેશ ના જુદા જુદા રાજ્યો ની પ્રાઇવેટ અને સરકારી ડેન્ટલ કોલેજો માં બી.ડી.એસ. અને એમ.ડી.એસ. નો કોર્ષ શરૂ કરવા અથવા રીન્યુ કરવા માટે ડી.સી.આઇ.,ન્યુદિલ્હી ઇન્સ્પેક્ટર તરીકે – ૨૦ વર્ષ
• ઓનરરી ડેન્ટલ સર્જન તરીકે ગુજરાત ના બે માન. ગર્વનરશ્રીઓ ની સેવા કરવા નો અનુભવ-૧૦ વર્ષ.
• કોવિડ – ૧૯ મહામારી માં ૧૦૦ દર્દીઓ ના કોરોના વોર્ડ નું નોડલ ઓફિસર તરીકે સંચાલન કરેલ.
• મુકરમાઇકોસિસ ની મહામારી માં લગભગ ૪૦૦ થી વધુ દર્દીઓ ને સારવાર આપી,દર્દીઓ ના જાન બચાવવા નો પ્રયત્ન કરેલ.
• ઇન્ડિયન ડેન્ટલ એશોસિએશન,ગુજરાત રાજ્ય ની ફેબ્રુઆરી,૧૯૯૩ ની કોન્ફરન્સ માં “ બેસ્ટ સાઇન્ટિક પેપર પ્રેઝન્ટેશન “ નો એવોર્ડ મેળવેલ છે.
• અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટિટ્યુટ,યુ.એસ.એ. એ “ મેન ઓફ ધી ઇયર -૧૯૯૮ “ નો એવોર્ડ થી નવાજવા માં આવેલ છે.
• રોટરી ક્લબ ઓફ કાંકરીયા ( અમદાવાદ ) એ જુલાઇ,૧૯૯૬ માં રોટરી નો મોટો “ સર્વિસ એબવ સેલ્ફ “ ના મોટીવેશન અંતર્ગત શ્રી એમ.પી.પટેલ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ થી નવાજેલ છે.
• ગુજરાત ના આદિવાસી એરિયા માં લગભગ ૧૦૦ ડેન્ટલ કેમ્પ યોજી ગરીબ આદિવાસી પ્રજા ની સેવા કરેલ છે.
