વિસનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ રેબીઝ દિવસની ઉજવણી


સાંકળચંદ યુનિવર્સિટીના નૂતન કૉલેજ ઑફ નર્સિંગ દ્વારા બી.એસી. નર્સિંગના આઠમા સેમિસ્ટરના વિદ્યાર્થીઓએ રેબિઝ વિષે જાગૃતિ આવે એ હેતુથી અર્બન હેલ્થ સેન્ટર લોકો સમક્ષ 26-9-2026 ના રોજ રોલ પ્લે (નાટક)નું આયોજન કરી વિશ્વ રેબીઝ દિવસે ની ઉજવણી કરી હતી.જેમાં 2026 માં રેબીઝ દિવસની થીમ છે, World rebbies day 2026 “strong together”. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા Role Play (નાટ્યરૂપ રજૂઆત) દ્વારા રેબીઝ રોગ અંગે લોકોને સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવ્યું હતું. Role Play. માં ખાસ કરીને કૂતરા અથવા અન્ય પ્રાણી કરડે ત્યારે શું કરવું, તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, ઘાને સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોવાનું મહત્વ તથા સમયસર આરોગ્ય કેન્દ્રમાં જઈ એન્ટી-રેબીઝ રસી લેવાની જરૂરિયાત અંગે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ Role Play દ્વારા પ્રાણી કરડ્યા બાદ ઘા પર મરચું, ચૂનો, તેલ કે અન્ય ઘરગથ્થુ વસ્તુઓ ન લગાવવી અને તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ તે અંગે પણ લોકોને જાગૃત કર્યા હતા. સાથે સાથે પાલતુ પ્રાણીઓનું નિયમિત રસીકરણ કરાવવાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમુદાયમાં રેબીઝ રોગ અંગે જાગૃતિ ફેલાવવી, પ્રાણી કરડવાના બનાવોમાં યોગ્ય અને સમયસર સારવાર મેળવવા માટે લોકોને પ્રેરિત કરવું તથા રેબીઝના નિવારણ અંગે આરોગ્ય શિક્ષણ આપવું હતો. Role Play દ્વારા આપવામાં આવેલી માહિતી લોકોને સરળતાથી સમજાઈ અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા વિદ્યાર્થીઓની રજૂઆતને સારો પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમ સામુદાયિક આરોગ્ય વિભાગ, નૂતન કૉલેજ ઑફ નર્સિંગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ બધા માટે ખુબ જ અસરકારક રહ્યો હતો. આ કાર્યક્રમમાં નૂતન કૉલેજ ઑફ નર્સિંગના ફેકલ્ટી પ્રો. બ્યુલા એસ એસ , ભૂમિકા પરમાર, ઉપસ્થિત રહ્યાં હતાં. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. શિવાસુબ્રમણ્યમએ સામુદાયિક આરોગ્ય નર્સિંગના હેડ, કૉલેજના પ્રો. બ્યુલાનો આભાર વ્યક્ત કર્યો હતો. જે બદલ સાંકળચંદ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી, નૂતન કૉલેજ ઑફ નર્સિંગના પ્રિન્સિપાલ ડૉ. શિવાસુબ્રમણ્યમ, વાઈસ પ્રિન્સિપાલ ડૉ. મહાલક્ષ્મી, પ્રો. બ્યુલા તેમજ તમામ ફેક્લટીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *