પવિત્ર આસો માસ દેવી શક્તિઓનો ઉપાસના, આરાધનાનો મહિનો, માતાજીના નવલા નોરતા શરૂ થયા છે પરંતુ કોરોના મહામારી વચ્ચે સરકાર શ્રીની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરીને ફક્ત શેરી ગરબા અને પોતાની સોસાયટીમાં દેવી શક્તિઓની આરાધના કરવાને ધ્યાનમાં લઈ વિશ્વ હિન્દુ પરિષદ ડીસા દુર્ગાવાહિની ની બહેનો દ્વારા પ્રથમ નવરાત્રીએ રાધે બંગલોઝ( ડીસા ) માં નવ વર્ષથી નાની નવ દીકરીઓનું દુર્ગા શક્તિ સ્વરૂપે આરતી પૂજન કરી તેમને ભેટ આપવામાં આવી હતી જેમાં દુર્ગાવાહિની સંયોજીકા હેતલબેન બારીયા, સહ સંયોજીકા મમતાબેન ધોબી, શિવાનીબેન ચૌધરી, કલ્પનાબેન સોની, પિંકી દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડ પ્રમુખ જયેશ દેસાઈ, ઉપપ્રમુખ જયેશ સોની, બજરંગદળ સહ સંયોજક આકાશ ધૈરાવ, સહિત સોસાયટીના ભાઈ-બહેનો સોશિયલ ડીસ્ટન્સ ના પાલન સાથે જોડાઈ આરતી પૂજા કરી હતી, આનંદ ઠક્કર
