”આદિવાસી વિસ્તારમાં મહિલાઓને અડપલા કરતો ભુવાનો પર્દાફાશ”

છોટા ઉદેપુરના વાધીયા મહુડાના ભુવાની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા


– વેશપલ્ટો કરી ભુવો મહિલાના શરીર ઉપર હાથ ફેરવતો ઝડપાયો.
– જયુ માતાજી ઉર્ફે જયેશ નરસિંહ ભીલનો ભાંડાફોડ કરતું જાથા.
– ૯૦૦ મહિલાઓને સંતાન પ્નાપ્તિનો દાવો પોકળ સાબિત કરતું જાથા.
– નારીનો વેશ ધારણ કરી મહિલાઓને ટારગેટ કરતો હોવાનું ખુલ્લું કરતું જાથા.
– જિલ્લા પોલીસ વડા, નસવાડી પોલીસ સ્ટેશનની પ્નશંસનીય કામગીરી.
– વિજ્ઞાન જાથાનો ૧ર૧૦ મો સફળ પર્દાફાશ. આદિવાસી વિસ્તારમાં જાથાની પ્નશંસા.


છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાધીયા મહુડામાં ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી છેલ્લા સત્તર ૧૭ વર્ષથી ધતિંગલીલા કરનાર ભુવો જયુ માતાજી ઉર્ફે જયેશ નરસિંહ ભીલનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે નસવાડી પોલીસ સ્ટેશનની મદદથી ૧ર૧૦ મો સફળ પર્દાફાશ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી ભુવો મહિલાનો વેશ ધારણ કરી વિકૃત હરકત, સંતાન પ્નાપ્તિ, રોગ મટાડવાની કપટલીલાના કારણે ભાંડાફોડ થયો હતો. મહિલાને શરીરના ઉપર ભાગે બે ચાંદલા, પગમાં દોરો, પીઠ ઉપર હાથ ફેરવી છૂટછાટ મેળવતો હોવાનું ખુલ્યું હતું. ભુવાનો જાથાએ પર્દાફાશ કરતાં સમગ્ર આદિવાસી વિસ્તારમાં ચકચાર થવા પામી હતી. ઠેરઠેર પ્નશંસા કરતા લોકો નજરે પડયા હતા.
બનાવની વિગતમાં છેલ્લા ૬ છ માસથી છોટા ઉદેપુર વિસ્તારમાંથી વાધીયા મહુડાના ભુવા જયુ માતાજીના કરતૂતો વિશે લોકો માહિતી આપતા હતા કે ભુવો કાળકામા, દશામાના નામે અનેક લોકોને છેતરે છે. મહિલાઓને ટારગેટ કરી શરીરના વિવિધ અંગોમાં અડપલા કરે છે. ભુવો નારી–સ્ત્રીના પહેરવેશમાં ઉપચાર કરી, દોરા–ધાગા, ટેક–બાધા, જુવારા વાડીના નામે ૩૦૦૦ થી એક લાખ સુધીની ફી વસૂલે છે. અસાધ્ય રોગ મટાડવો, નિ:સંતાન મહિલાને સંતાન પ્નાપ્તિ કરાવવી, દુ:ખ–દર્દ મટાડવા, દાવો કરી દર રવિવાર–મંગળવારે દુ:ખી લોકોની ભીડ થાય છે. દર શુકલ પક્ષની આઠમે ધાર્મિક મેળાવડો કરી ગામમાં અશાંતિ પેદા કરે છે. ભુવાનો પરિવાર, સાગ્રીતોની મદદથી માત્ર રૂપિયા પડાવવાનું કામ કરે છે. જયુ માતાજી મહિલાનો વેશમાં ભુવો રાસ–ગરબા, ધૂણીને આસાની અડપલા કરે છે. સ્ત્રીને ઉપરના ભાગે બે ચાંદલા, પીઠ ઉપર વારંવાર હાથ ફેરવવો, પગે દોરો બાંધવો વિગેરે હરકત કરી છૂટ મેળવી વશમાં કરે છે. ખોળા ભરવાનું કામ કરે છે. આદિવાસી વિસ્તાર હોય માતાજીના પ્નકોપના કારણે બોલતું નથી. ગામ ભુવાના કારણે બે ભાગ પડી ગયા છે. ઢોંગી ભુવો માથાભારે માણસો રાખે છે. ખોટી ફરિયાદો કરતા પીડિતો ફરિયાદ કરતા નથી. જાથાને પર્દાફાશ સંબંધી હકિકત મુકવામાં આવી હતી.
જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયા પાસે ભુવાના કરતૂતોની માહિતી આવતા ખરાઈ કરવા સ્થાનિક તેમજ રાજકોટથી માણસો મોકલવામાં આવ્યા હતા. છેલ્લા ૬ માસથી જરૂરી માહિતી ફોટોગ્રાફ, વિડીયો એકત્ર કરવામાં આવ્યા હતા. મજબુત પુરાવા એકઠા કરવામાં આવ્યા. ભુવો જયુ માતાજી વાસ્તવમાં સ્ત્રીના પહેરવેશમાં મહિલાઓ સાથે ધાધીલીલા કરતો હતો. મહિલાઓને આસાનીથી હાથ ફેરવતો ત્યારે વિકૃત હરકત જોવામાં આવતી હતી. પીડિત મહિલાને ઉપચાર કરે છે તેવું લાગતું હતું. ધૂણીને દોરા બાંધવા સાથે અડપલા કરી લેતો હતો. લોકો લાઈનમાં રાહ જોતા હોય, રોગ મટાડવા વાહનો લઈ આવતા હતા. ભુવો માત્ર ઢોંગ કરી રૂપિયા ખંખેરતો હોવાનું ખુલ્યું હતું. ભુવાના પીઠબળના કારણે પીડિતો ફરિયાદ કરવાનું ટાળતા હતા. ભુવાને નવું મંદિર બનાવવું હોય ફંડ–ફાળા સાથે જોવાનું – દુ:ખ–દર્દ, સંતાન આપવાનું કામ જોરશોરથી ઉપાડયું હતું. વિજ્ઞાન જાથા પાસે પુરાવા એકઠા થઈ જતાં પર્દાફાશ કરવાનું નક્કી થયું.
જાથાના ચેરમેન જયંત પંડયાએ છોટા ઉદેપુર જિલ્લા પોલીસ વડા, વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી ભુવાના પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્ત, રક્ષણની માંગણી કરવામાં આવી હતી. જેમાં જાથાને સફળતા મળી હતી. નસવાડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સુતરીયા સહિત આખો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો.
રાજકોટથી જાથાના ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ અંકલેશ ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, પ્નકાશ મનસુખભાઈ, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, ધીરૂભાઈ ટોળીયા, કૌશિકભાઈ તથા સદસ્યો સાથે ટીમ નસવાડીમાં પહોંચી ભુવો ફરાર ન થાય તે સંબંધી વ્યવસ્થા ગોઠવી લીધી. ભુવાની સવારથી નિગરાહાનીમાં રાખવામાં આવ્યો હતો.
નસવાડી પો. સ્ટેશનના પી.એસ.આઈ. સુતરીયા સહિત પોલીસ કાફલો બે પોલીસ વાનમાં વાધીયા મહુડા ગામે ભુવા જયુ માતાજીની ધતિંગલીલા સ્થળે પહોંચી ગયો. ભુવા પાસે લાઈનમં પીડિતો બેઠા હતા. માતાજીના મઢમાં જોવાનું કામ કરતો હતો. મહિલાને આશિર્વાદના નામે પીઠ ઉપર હાથ ફેરવતો સૌ કોઈએ નજરે જોયું. જાથાના ચેરમેન જયંત પંડયાએ પરિચય આપી જયુ માતાજી ધતિંગલીલા બંધ કરવા આવ્યા છે. મહિલાઓને અડપલા કરવાનું બંધ કરો. ભુવાના હોંશકોંશ ઉડી ગયા. શરીર કામ કરતું બંધ થયું. બોલવા માટે હિંમત આપવી પડી. ભુવા જયુ માતાજી બોલ્યા મેં ૯૦૦ મહિલાઓના ખોળા બાંધ્યા છે, સંતાન પ્નાપ્તિ કરાવી છે, રોગ મટાડું છું, દારૂ છોડાવું, દુ:ખ–દર્દ મટાડવા પગે દોરો બાંધું છું, શરીરે હાથ ફેરવું છું તે આશિર્વાદ આપું છું, ગામમાં મારા વિરોધી છે, હું મંદિર કરું છું તે ગમતું નથી. તેનો પરિવાર તરફેણમાં આવી ગયો. ગામના વિરોધી માણસોના નામ આપવા લાગ્યા. ભુવો પરિસ્થિતિ પામી માફી માંગવા લાગ્યો. કાયમી ધતિંગલીલા બંધની ઘોષણા કરી દીધી.
જાથાના ચેરમેન જયંત પંડયાએ નિર્દોષ મહિલાઓના શરીરના ઉપરના ભાગે બે ચાંદલા કરવા, પગે દોરો બાંધવો, હાથ ફેરવવો કાયદામાં ગુન્હો બને છે. આઈ.પી.સી. ૩પ૪ હેઠળ ગમે ત્યારે કાર્યવાહી થઈ શકે તેવી ચેતવણી આપી. અમારી પાસે પુરાવા છે. છેડછાડ–અડપલા બંધ કરો. ભુવો ભાંગી પડયો. હાથ જોડવા લાગ્યો, વારંવાર માફ માંગી, વિકૃત હરકત બંધ કરવા, મહિલાનો પહેરવેશ બંધ કરીશ ખાત્રી આપવા લાગ્યો. જાથાએ કબુલાતનામું લીધું. તે વખતે તેના સમર્થકો આવી ગયા. દાદાગીરી કરવાની કોશિષ કામ ન આવી હતી. ભુવો જયુ માતાજીએ કાયમી ધોરણે શારીરિક–માનસિક, આર્થિક શોષણ બંધ કરવા, અડપલા બંધ કરવાની ખાત્રી આપી દીધી. જાથાએ સુધરવાની તક આપી. પોલીસને અટકાયતી પગલા ભરવાનો પત્ર પાઠવ્યો.
જાથાના ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું કે જયુ માતાજીનો પર્દાફાશની ખબર પડતા ઠેરઠેર લોકો પ્નશંસા કરતા નજરે પડયા હતા. આદિવાસી વિસ્તારમાં ધતિંગ કરનારાઓના નામ આપવા લાગ્યા હતા. જાથાએ આદિવાસી વિસ્તારમાં ભુવાનો પર્દાફાશ કરતાં લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. ભુવાના સરઘસવખતે ગામ આખું જોવા ભેગું થયું હતું.
છોટા ઉદેપુર જિલ્લા પોલીસ અધિાક, જિલ્લા એલ.આઈ.બી. જિલ્લા પો. કંટ્રોલ, સર્કલ પો. ઈન્સ. બોડેલી, નસવાડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સુતરીયા સહિત આખો પોલીસ સ્ટાફે સુંદર કામગીરી બજાવી જાથાને મદદ કરી હતી. જાથાએ ૧ર૧૦ મો સફળ પર્દાફાશ કર્યો હતો. વાધીયા મહુડાના ભુવો જયુ માતાજીના કરતૂતો જાથાએ કાયમી બંધ કરાવ્યા હતા.
જાથાના ધીરૂભાઈ ટોળીયા, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, પ્નકાશ મનસુખભાઈ, કૌશિકભાઈ, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, સ્થાનિક સદસ્યોએ પર્દાફાશમાં સુંદર ફરજ બજાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *