આહવા આંબાપાડા મા 300 લાભાર્થીઓને ધાબળા, સાડી, અને વસ્ત્ર વિતરણ કરાયું

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સ્વ.પુષ્પાબાના સ્મરણાર્થે દેવનારાયણ ગૌધામ મોતાના પુ.તારાચંદ બાપુ તરફથી કથાકાર પ.પુ.પ્રફુલભાઈ શુક્લ ના સાનિધ્યમાં આજરોજ ડાંગ જિલ્લાના આહવા આંબાપાડા મા 300 લાભાર્થીઓને ધાબળા, સાડી અને વસ્ત્રનું વિતરણ કરાયું. આ પ્રસંગે આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલએ કહ્યું હતું કે, પુ.તારાચંદ બાપુ તરફ થી પ્રતિવર્ષ આહવા આંબાપાડા મા ભારતીબેન ગાયકવાડ ના નિવાસ સ્થાને આ પરમાર્થના કાર્યો થાય છે.
ઠંડીમાં ધ્રુજતા અંગ ને ઢાકવૂ એ મોટુ પુણ્યકાર્ય છે. આ અવસરે નવસારીના પત્રકાર દિલીપભાઈ નાયક, મહેશભાઈ નાયક, દેવનરાયણ ધામના પુ.તારાચંદ બાપુ, ભારતભાઈ જોશી, સુરેશભાઈ વૈષ્ણવ, શ્રી નિવાસ બહોરા, સમીરભાઈ પચ્ચીગર, કિરણભાઈ દેસાઈ, હાજર રહયા હતાં.તેમજ આ પ્રસંગે નવસારીના કેતનભાઈ રોહિત અને ગીતાબેન (રાઘવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, નવસારી)ની ૨૬મી મેરેજ એનીવર્સરી ના આશીર્વાદ આપ્યા હતા. ભારતીબેન ગાયકવાડ અને બાપા સીતારામ પરીવાર ગૌરવભાઈ કટારે, પ્રશાંતભાઇ બોરશે, જીનલ જોશી દ્વારા આજે રાત્રે આહવામાં ફૂટપાથ પર સુતેલા ગરીબોને ગરમ ધાબળા ઓઢાડવામા આવશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *