મોડાસાની જનતાએ વિધાનસભામાં મોકલેલું ‘વિજય કમળ’ મંત્રી પદ તરીકે સ્થાન પામ્યું

જંગી લીડથી જીતેલા મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી ચતુરસિંહજી પરમારને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

હાલ યોજાયેલ ગુજરાત વિધાનસભામાંની ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. જેમાં અરવલ્લી જિલ્લાની મોડાસા-ધનસુરા વિધાનસભા છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, જેને દ્રસ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજના આગેવાન તથા સહકારી આગેવાન ભીખુસિંહજી પરમારની પસંદગી કરી હતી. તેમાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનો ગઢ ગણાતી મોડાસા વિધાનસભાને ભાજપે ખૂબ મોટા માર્જીનથી પ્રાપ્ત કર્યો હતો. ભાજપના મોડાસા વિધાનસભાના ઉમેદવાર ભીખુસિંહ ચતુરસિંહ પરમાર 33,000 થી પણ વધુ ની લીડ થી જીત્યા હતા. પ્રદેશ કક્ષાએ નોંધ લઈ મોડાસા વિધાનસભાના લોકોએ વિધાનસભામાં મોકલેલું કમળને ફળ સ્વરૂપે મળ્યું હતું. જેમાં સરળ, સેવાભાવી અને સોમ્ય સ્વભાવ ધરાવતા ધારાસભ્ય ભીખુસિંહ ચતુરસિંહજી પરમારને રાજ્યકક્ષાના અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી તરીકેના સોગંધ લેવડાવ્યા હતા. જેના પગલે અરવલ્લી જિલ્લા વાસીઓમાં છેલ્લા કેટલાય વર્ષો બાદ મળેલા પ્રભુત્વના લીધે ખુશાલી પામી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *