આહવાના વનબંધુ આરોગ્ય ધામ ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પનો પ્રાંરભ થયો

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 14: આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે શ્રી કાંતિલાલ જે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-આહવા, નોવા સાઉથ ઇસટર્ન યુનિવીર્સીટી મેડીકલ કોલેજ, ફલોરીડા ( યુ.એસ.એ) તેમજ ડાંગ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તા .13-12-2022 થી 18-12-2022 સુધી વિના મૂલ્યે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે.

વનબંધુ આરોગ્ય ધામ ખાતે ગુજરાત રાજ્યના તજજ્ઞ ડોક્ટરોની ટીમની સાથે મળીને, અમેરીકાના તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા મફત સર્વરોગ કેમ્પમા યુ.એસ.એ સ્થિત ડોક્ટર્સ સેવાઓ આપશે.

આ કેમ્પમા આવનાર તમામ લોકોને સ્વાસ્થ્ય સબંધી રોગોની સારવાર વિના મૂલ્ય પાંચ દિવસ સુધી આપવામા આવશે. તેમ આયોજકો દ્વારા જણાવાયુ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *