વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરની ગાદી ઉપરના…

ભટ્ટજી પૂજારીના મૃત્યુને ૧૨૦ દિવસ થયા હોવા છતાં મૃતકના નામે કેમ ચલાવાતો હશે વહીવટ ?


શું વહીવટ ને લાગ્યું ગ્રહણ

આ બાબતે ગાદી નિરીક્ષક, વહીવટદાર અને ચેરમેન સારી રીતે વાકેફ હોવા છતાં મૃતકના નામે કેમ વહીવટ ચલાવાઇ રહ્યો છે ? તે નવી સરકાર માટે તપાસનો વિષય બની ગયો છે.

આપણા માનનીય વડાપ્રધાન આપણા ગુજરાતના તીર્થ સ્થાનોને વર્ષોથી ખંડેર જેવા હાલત માં પડી રહેલા હોય તેમને સુધારીને નવો ઓપ આપી રહ્યા છે ત્યારે…આવા પ્રશ્નો કેમ..

અંબાજી મંદિરમાં ગાદી ઉપર ભટ્ટજી પૂજારીની નિમણૂક કરવા માટે ૩૯મી કલમને અનુસરવા તેમજ વારસદારોના બદલે ભાડુતી પૂજારીઓ પાસે કરાવાતી માતાજીની પૂજા બંધ કરાવવામાં આવે તે જરૂરી છે.
યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અંબાજી મંદિરમાં ચાલતી માતાજીની ગાદી ઉપરના એક ભટ્ટજી પૂજારીના મૃત્યુને ૧૨૦ દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં મૃતક ભટ્ટજી પૂજારીના નામે ગાદી ઉપરનો તમામ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરના ગાદી નિરીક્ષક, વહીવટદાર અને ચેરમેન દ્વારા આવું ગેરકાયદેસરનું કૃત્ય કેમ ચલાવવામાં આવી રહ્યું છે? એ સવાલ અંબાજીના જાગૃત નાગરિકોમાં ઉઠવા પામ્યો છે. અંબાજી મંદિરમાં માતાજીની ગાદી ઉપર કેટલીક બાબતોમાં નિયમો નેવે મૂકાયા હોવાની ફરિયાદો અવારનવાર પ્રકાશમાં આવે છે. પરંતુ ગાદી નિરીક્ષક, વહીવટદાર અને ચેરમેન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોઈ વર્ષોથી કેટલીક બાબતોમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે એ વાસ્તવિકતા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અંબાજી માતાના મંદિરમાં ચાલતી ગાદી ઉપરના ભટ્ટજી પૂજારી મહેન્દ્રભાઈ કાન્તીલાલ ઠાકરનું ગત તારીખ ૦૯.૦૮.૨૦૨૨ના રોજ નિધન થયું હતું. જેમના નિધનને આજે ૧૨૦ દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં છેલ્લા ૧૨૦ દિવસથી ગાદી ઉપર મૃતકના નામે જ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જે તદ્દન ગેરકાયદેસર કૃત્ય છે. કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો એના નામે કોઈ નાણાંકીય કે અન્ય વ્યવહાર ના થઈ શકે એવો સાદો નિયમ ગાદી નિરીક્ષક, વહીવટદાર કે ચેરમેન જાણતા જ હોય તેમ છતાં તેમના વહીવટ હેઠળ આ બધું ચલાવવામાં આવી રહ્યું છે. ગાદી ઉપર મૃતકના નામે ખરીદી થાય છે અને એમના જ નામે બિલો અને ચેકની લેવડદેવડ થઈ રહી છે. આ અંગે ગાદી નિરીક્ષક બધું જ જાણતા હોવા છતાં વહીવટદાર કે ચેરમેનને કોઈ રિપોર્ટ કેમ કરતા નથી? એ બાબત તપાસનો વિષય છે. અંબાજી મંદિરના જવાબદાર અધિકારીઓ દ્વારા પણ આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં મહેન્દ્રભાઈ કાન્તીલાલ ઠાકરના મૃત્યુ પછી એમના ભાઈ દેવીપ્રસાદ કાન્તીલાલ ઠાકરના નામે ભટ્ટજી પૂજારી તરીકેનો હુકમ થઈ જવો જોઈતો હતો. પરંતુ આ બાબતે ૧૨૦ દિવસ પછી પણ કોઈ નિર્ણય ન લેવાતા ગાદી ઉપર આ ગેરકાયદેસરનું કૃત્ય ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રભાઈ ઠાકરના મૃત્યુ પછી તા. ૨૦.૦૮.૨૦૨૨ના રોજ એમના ભાઈ દેવીપ્રસાદ ઠાકર દ્વારા એમના સ્વર્ગીય પિતાશ્રી કાન્તીલાલ મોહનલાલ ઠાકરનું વસિયતનામું અને તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો સામેલ રાખી સરકારના કાયદા વિભાગના ઉપસચિવ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને વહીવટદારને લેખિત રજૂઆત કરી તેમના નામે ભટ્ટજી પૂજારી તરીકેનો હુકમ કરવા વિનંતી કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી આ અરજી ઉપર કોઈ નિર્ણય લેવાયો ન હોય ગાદી ઉપર મૃત વ્યક્તિના નામે વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. તે જોતા સરકાર દ્વારા તાત્કાલિક અસરથી મૃત વ્યક્તિના નામે ગાદી ઉપર ચલાવાતો વહીવટ બંધ કરાવી તેમની જગ્યાએ કાયદેસરના ભટ્ટજી પૂજારી તરીકે દેવીપ્રસાદ કાન્તીલાલ ઠાકરના નામનો હુકમ કરવો જરૂરી છે. તદુપરાંત ગાદી ઉપર ભટ્ટજી પૂજારીની ભરતી કરવા માટે કલમ ૩૯ને અનુસરવા તેમજ વારસદારોના બદલે ભાડુતી પૂજારીઓ પાસે કરાવાતી માતાજીની પૂજા અર્ચના બંધ કરાવવા માટેનો હુકમ પણ કરવામાં આવે તે અંબાજી મંદિરના હિતમાં જરૂરી છે.
રિપોર્ટ… ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *