અંકલેશ્વર શહેર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા અને સલામતી અંગે જનજાગૃતિ રેલી

રેલી માં વીજ કંપની ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા

રેલી શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી વીજ સુરક્ષા અને સલામતી ના નિયમો અંગે લોકો ને માહિતગાર કરાયા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા ,અને સલામતી તેમજ વીજ બચત અંગે નાગરિકો માં જનજાગૃતિ ફેલાવવા ના હેતુસર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ,આ જનજાગૃતિ રેલી માં વીજ કંપની ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ.કંપની અંક્લેશ્વર શહેર કચેરી દ્વારા વીજ સુરક્ષા , સલામતી અને વીજ બચત કરવા માટે શહેરીજનો માં જાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર વીજ કંપની ના નાયબ કાર્યપાલક ઈજનેર સી.જે ચૌધરી ની અધ્યક્ષતા હેઠળ શહેર ની ડીજીવીસીએલ કચેરી ખાતે થી નીકળેલ જનજાગૃતિ રેલી શહેરના વિવિધ વિસ્તારો માં ફરી જન જન સુધી વીજ સુરક્ષા અને સલામતી ના સૂત્રોચ્ચારો દ્વારા શહેરીજનો માં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ રેલી માં વીજ કંપની ના ,વી એસ ભગત, આર બી ગોહિલ અને જુનિયર ઇજનેર રિયા વસાવા, સહીત ના કમર્ચારીઓ જોડાયા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *