
રિપોર્ટ ,મયુર પટેલ
GCERT ગાંધીનગર દ્વારા આયોજિત વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022-23 માં 24મું SVS કક્ષાનું પ્રદર્શન ધી અંબિકા હાઇસ્કુલ ગડત ખાતે તા. ૧૬ ડીસેમ્બરના રોજ યોજાયું હતું. જેમાં રેકોર્ડ બ્રેક 89 કૃતિઓની નોંધણી થઈ હતી.
શ્રી બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર, રાનકુવાની કૃતિ ATF ટેકનોલોજી ગત વર્ષે નવસારી જિલ્લા તથા ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ કૃતિ તરીકે નેશનલ સાયન્સ ફેરમાં પસંદગી પામી હતી. છેલ્લા 15 વર્ષથી શાળાની વિજ્ઞાન મેળાની કૃતિઓ સતત રાજ્ય કક્ષા સુધી જિલ્લામાંથી પસંદ પામે છે.
આ વર્ષે પણ શાળા દ્વારા પાંચેય વિભાગમાં કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે પૈકી ત્રણ કૃતિઓ SVS કક્ષાની શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થઈ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત થશે.
વિભાગ ૧ મોબી ગેસ એલર્ટ કૃતિના બાળ વૈજ્ઞાનિકો ઓમ પટેલ અને વૈભવ લાડ જેનું માર્ગદર્શન કર્યું હતું શિક્ષકો દિગ્પાલસિંહ રાઠોડ તથા ફરહીન વછીયાત વિભાગ ૨ ગ્રીન હાઈડ્રોજન ફયુલ કૃતિના બાળ વૈજ્ઞાનિકો આર્યન ભોયા અને દર્શિલ પટેલ જેનું માર્ગદર્શન કર્યું હતું શિક્ષિકા મયુરીબેન પટેલ અને ખ્યાતિ બેન પટેલ વિભાગ ૪ એન્ટી સ્લીપિંગ એલર્ટ જેના બાળ વૈજ્ઞાનિકો ધ્રુવ પટેલ અને સ્તુતિ ઢીમ્મર જેનું માર્ગદર્શન કર્યું હતું શિક્ષકો નિકુંજભાઈ પટેલ અને કૈલાસબેન પટેલ વિજેતા કૃતિઓને શાળા પરિવાર તથા મંડળના હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવ્યા હતા. શાળાના આચાર્યશ્રી સંજયસિંહ ડી પરમાર દ્વારા પોતાના વિશેષ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમામ કૃતિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
