પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અભદ્ર ટિપ્પણીથી સમગ્ર દેશમાં રોષ ભભૂક્યો.

ઉનામાં યુવા મોરચા દ્વારા પૂતળાં દહન સાથે પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર અપાયું

તાજેતરમાં અમેરીકા નાં ન્યુયોર્ક શહેરમાં ચાલી રહેલ સંયુકત રાષ્ટ્રસંધ (U.N.S.C) ની બેઠકમાં ભારત ધ્વારા પાડોશી દેશ અને આતંકવાદ અને આતંકવાદીઓને પોષતા પાકિસ્તાનને જોરદાર લપડાક આપતા પેાતાનું માનસિક સંતુલન ગુમાવી ચુકેલા પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટાએ ભારતનાં યશસ્વી વડાપ્રધાન અને યુગપુરુષ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી વિશે જે અસભ્ય ટીપ્પણી કરી હતી જેને લઇ સમગ્ર ભાજપ પરિવારમાં રોષ ફાટી નીકળ્યો જેને લઇ જીલ્લા પ્રમુખ માનસિંગ પરમારના સૂચન સાથે જીલ્લા યુવા પ્રમુખ હિતેશ ઓઝાના માર્ગ દર્શન હેથળ ઉના શહેર-તાલુકા યુવા મોરચા કાર્યકર્તાઓ સખ્ત શબ્દોમાં વખોડી અને તેના ઉગ્ર વિરોધ સાથે નગર પાલિકા ભવન ખાતે પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો માફી માગે જેવા સૂત્રોચાર સાથે પૂતળાં દહન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કે.સી.રાઠોડ સહિત કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા આ તકે યુવા મોરચા પ્રમુખ વિનોદભાઈ બાંભણિયાના જણાવ્યા મુજબ પાકિસ્તાની નેતા અસભ્યતાની હદ વટાવી ચુકેલા અને વૈષ્વિક સ્તરે પેાતાની શાખ ગુમાવી ચુકેલા પાકિસ્તાન દેશનાં વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટો પોતાની આ બિન સંસદીય
ટીપ્પણીઓ બદલ વિશ્વ સમક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
સાહેબની માફી માંગે અને ભવિષ્યમાં પાકિસ્તાન કે વિશ્વનો કોઈ નેતા કોઈ રાષ્ટ્રપુરૂષ વિશે આવા હલકી કક્ષાનાં શબ્દોનો પ્રયોગ ન કરે તેવી દાખલા રૂપ કાર્યવાહી કરી પાકિસ્તાન દેશ સામે અને તે દેશનાં બિનસંસ્કારી વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટા સામે વૈષ્વિક સ્તરે કાર્યવાહી થાય તેવી ઉગ્ર માગ સાથે સંયુકત રાષ્ટ્ર સંધ સમક્ષ જીલ્લા કલેટરને સંબોધન સાથે પ્રાંત અઘિકારી સમક્ષ આક્રોશ સાથે યુવા કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *