









વાંકાનેરના માટેલ ધામમાં મોરબી જીલ્લાના ધારાસભ્યો દ્વારા ધ્વજારોહણ કરાયુંમોરબી જીલ્લાની તમામ ચાર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ભાજપના ચૂંટાયેલા ચારેય ધારાસભ્યોના પરિવાર દ્વારા આજે માટેલ ધામ ખાતે ધ્વજા રોહણ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના આગેવાનો આજે વાંકાનેરના માટેલ ખોડીયારધામ પહોંચ્યા હતા જ્યાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યોના પરિવાર દ્વારા ધ્વજા રોહણ કરી માતાજીના દર્શન કરી પૂજા કરવામાં આવી હતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો
