
જામનગર ( ભરત ભોગાયતા)
સમગ્ર વિશ્ર્વ ઉપર કાળમુખા કોરોના એ કહેર વરસાવ્યો હતો અને માંડ માંડ રાહત થઇ ત્યા કોને ખબર હજી કઇ કસર રહી ગઇ હશે તેમ ફરી કોરોના ની ભીતી સેવાઇ રહી છે અને આ વખતે કોરોનાની ઘાતકતા અને ગંભીરતા ની તીવ્રતા ઓછી રહેશે તેવુ અનુમાન પણ છે


તેમ છતા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર માટે જ આવા નાજુક સંજોગોમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિશેષ ગુણ એ છે કે તેઓ પરિવારના વડીલ ની જેમ સમગ્ર દેશના સૌ પરીવારોને સલાહ સુચન કરે છે તકેદારી રાખવા કહે છે વેક્સીન લેવા કહે છે ” દવાઇ ભી કઢાઇ ભી ” રાખવા કહે છે તો દો ગજ કી દુરી નુ પણ માર્ગદર્શન આપે છે
આ સ્થિતિમા પાર્લામેન્ટ હાઉસમા ખુદ પ્રધાનમંત્રી મોદી સા. સાથી મંત્રીઓ સાંસદો સૌ માસ્ક પહેરી અંતર રાખી બેઠા છે તે મહત્વનો સંદેશો છે

આપણે સૌ સાક્ષી છીએ કે કોરોના મહામારીના કહેરમાથી આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર કેન્દ્ર સરકાર સમગ્ર ગુજરાત સરકારની અથાગ જહેમત થી આ કપરા કાળમાંથી બહાર આવ્યા છીએ જેની વિશ્ર્વમા નોંધ લેવાઇ છે ત્યારે સાવધાની રાખવા જે માર્ગદર્શન અપાયુ છે અને એડવાઇઝરી જાહેર થઇ છે તેનુ આપણે સૌ પાલન કરી સ્વસ્થ રહીએ તે જરૂરી છે માટે માસ્ક સેનેટાઇઝરના ઉપયોગ તેમજ ભીડમા ન જવુ અંતર જાળવવુ રસીના ડોઝ બાકી હોય તે લેવા કોઇપણ બિમારીમા તબીબી સલાહ લેવી સ્વચ્છતા જાળવવી વગેરે જરૂરીછે
