ગીતાજયંતી જેવા અતિ પાવન પર્વે મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ હાજર

શ્રી વાળીનાથજી ભગવાન તરભની જાગતી જ્યોત તપોભુમીના આંગણે પ્રાત:સ્મરણીય આપણા “પૂજ્ય ભા, “ભા એજ ભગવાન ” એવાં પરમ તપસ્વી સિદ્ધ યોગીરાજ શ્રી શ્રી ૧૦૦૮ બ્રહ્મલીન પરમપુજ્ય મહંત શ્રી બળદેવગીરીજી બાપુ મોક્ષદા એકાદશી તેમજ ગીતાજયંતી જેવા અતિ પાવન પર્વે શિવ ચરણ પામ્યા હતાં. આજે તેમની બીજી પુણ્યતિથી પાવન પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ હાજર રહ્યા હતા. સાહેબશ્રી એ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે પૂ.બાપુએ રબારી સમાજના અને બીજા સમાજોના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. સમાજસેવા, શિક્ષણ, ગરીબોને રોટલો અને ઓટલો, વાળીનાથ અખાડા તરબનો વિકાસ એવી અનેક સેવાકીય પ્રવૃતિઓને યાદ કરતા પૂ.બાપુને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે પ.પૂજ્ય લઘુ મહંતશ્રી જયરામગિરીજી બાપુ , પૂ. લઘુ કોઠારી શ્રી દશરથગિરીજી બાપુ ,
માન શ્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રીશ્રી ગુજરાત સરકાર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રીમતી રાજુલબેન દેસાઈ, શ્રી શંભુભાઈ દેસાઈ, આગેવાનો, સંતશ્રીઓ, મહંતશ્રીઓ, મઠાધિશ્રીઓ, ભાઈઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *