અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત પ્રાથમીક શાળા ના વિદ્યાર્થીઓ એ પાલિકા ની ડિસ્પેન્સરી ની મુલાકાત લીધી

નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળા નંબર 1 ના ધોરણ 6,7 અને 8 વિદ્યાર્થીઓ ને આરોગ્ય અધિકારી એ માર્ગદર્શન આપ્યું


= હોસ્પિટલ માં મળતી વિવિધ સારવાર અંગે જાણકારી આપી
=વિદ્યાર્થીઓ ને કોરોના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર 1 ના ધોરણ 6,7 અને 8 વિદ્યાર્થીઓ એ પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ની મુલાકાત લીધી હતી ડિસ્પેન્સરી ના આરોગ્ય અધિકારી ડોકટર સનોબર કાનુગા એ કોરોના અંગે માર્ગદર્શન ની સાથે. ડિસ્પેન્સરી માં મળતી વિવિધ સારવાર અર્થે જાણકારી આપી હતી.

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય પ્રાથમિક શાળા નંબર 1 ના ધોરણ 6,7 અને 8 ના વિદ્યાર્થીઓ ને શાળા ના શિક્ષકો દ્વારા આરોગ્ય માર્ગદર્શન ના ઉદ્દેશ્ય સાથે મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું હતું .ડિસ્પેન્સરી ના આરોગ્ય અધિકારી ડોક્ટર .સનોબર કાનુગા એ વિદ્યાર્થીઓને કોરોના રોગ કેવી રીતે થાય છે. કેવી રીતે ફેલાય છે. તેના લક્ષણો શુ છે. અને તેના થી કેવી રીતે બચી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બાળકો ને હોસ્પિટલ માં લેબ, મેડિકલ,ઈમરજન્સી સેવા સહિતના વિવિધ સેવાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *