
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: 26: સરકારી વિજ્ઞાન કોલેજ આહવાના એન.એસ.એસ યુનિટ દ્વારા પ્રાથમિક શાળા, ગોંડલવિહિર મુકામે તા.18-12-22 થી 24-12-22 દરમ્યાન વાર્ષિક ખાસ શિબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેનો શુંભારભ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્યશ્રી ડૉ.યું.કે.ગાંગુર્ડે, સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડૉ.એ.જી.ધારિયા, ગોંડલવિહિર ગામ ના આગેવાનો તેમજ સમગ્ર શાળા પરિવારની ઉપસ્થિતિ સાથે કરાયો હતો.
સાત દિવસીય શિબીર દરમ્યાન એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા પ્રભાત ફેરી, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, શ્રમકામ, અંધશ્રદ્ધા નિર્મૂલન, વ્યસન મુક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ પ્રકારની સરકારી યોજનાની સમજૂતી તેમજ સર્વેની કામગીરી હાથ ધરવામા આવી હતી.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી સાથે સંપર્ક સાધીને ગોંડલવિહિર ગ્રામજનોમા લાભાર્થીઓનો સર્વે પણ કરવામા આવ્યો હતો. જેમાંથી કુલ 66 જેટલા લાભાર્થીઓનુ લીસ્ટ તૈયાર કરીને જે તે કચેરીને આપવામા આવશે. જેનો આગામી દિવસોમા સંબંધિત લાભાર્થીઓને લાભ મળશે.
શિબિર સમાપન પ્રંસગે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના સિનિયર આઘ્યાપક પ્રો.અજિત આર.પટેલ અને પ્રો.દિલીપ એમ.ગાવિત તેમજ સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય શ્રી ડો. એ.જી.ધારિયા તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનો એ હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડો.જે.જે.ચૌહાણની દેખરેખ હેઠળ આયોજિત થયેલ, તેમજ કાર્યક્રમનુ સંચાલન પ્રા.ભગીનાબેન પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ.