રિપોર્ટ ,મયુર પટેલ




મહુવા તાલુકાના અનાવલ સામૂહિક રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સંભવિત કોવિડ 19 ના નવા વેરિયન્ટ ની સામે પૂર્વ તૈયારી ભાગ રૂપે અનાવલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય સંગીતાબેન આહિર, જગદીશભાઈ આહીર ,સંગઠન ઉપ.પ્રમુખ ગૌરંગભાઇ પટેલ ,દિનેશભાઈ પટેલે ,અનાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લઈ તમામ ડોક્ટર્સ , સ્ટાફ નર્સ, અને હોસ્પિટલના તમામ કર્મચારીઓ ની હાજરીમાં પી.એસ સી પ્લાન્ટ અને ઓક્સિજન કોનસેન્સ કોનસનટેટર ની મોક ડ્રિલ પ્લાન્ટ ચાલુ કરી દર્દીઓને ઓક્સિજન આપી ટેસ્ટિંગ કરવામાં આવ્યું .તાલુકા પંચાયત પ્રમુખશ્રી,જિલ્લા પંચાયત સભ્ય, તથા પદ અધિકારીઓ અને અધિકારીઓની વચ્ચે ટેસ્ટ કરી લોકોને સાવચેત રહેવા હોસ્પિટલ સુ. ટે. ડો.પ્રમોદ કુમાર ચૌધરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ..
