મહેસાણાના સાંસદશ્રી શારદાબેન પટેલ દ્વારા વિજાપુર સરકારી હોસ્પિટલ ની મુલાકાત

કોરોના ની વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટેના આયોજનના ભાગ રૂપે વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું

દેશના પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાજી ની સતત દેખરેખ હેઠળ ગુજરાત સરકાર અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા કોરોના ની આગામી પરિસ્થિતિ નો સામનો કરવા માટે પૂરતા પ્રમાણમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન પ્લાન્ટ અને જરૂરી દવાઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે આજે મહેસાણાના સાંસદશ્રી શારદાબેન પટેલ દ્વારા વિજાપુર સરકારી હોસ્પિટલ ની મુલાકાત કરવામાં આવી.

વિજાપુર સરકારી હોસ્પિટલમાં માન. સાંસદ શ્રી શારદાબેન પટેલની સાંસદ ગ્રાન્ટ માંથી ૨૧ લાખ રૂપિયા નો PSA ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. જેણે હોસ્પિટલ દ્વારા અવર નવાર ચાલુ કરીને ચેક કરવામાં આવતો હોય છે. આજે પણ આ પ્લાન્ટ ચાલુ કરીને દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચે છે તે ચેક કર્યું.

હોસ્પિટલમાં કોરોના ની વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટેના આયોજનના ભાગ રૂપે કોરોના વોર્ડ ની મુલાકાત લઈને વ્યવસ્થા અને ઓક્સિજન કોન્સંટ્રેટર્સ વિષે પણ જાણકારી માન. સાંસદ શ્રી દ્વારા લેવામાં આવી.

આ ઉપરાંત સાંસદ શ્રી દ્વારા મેડિકલ સ્ટોર ની પણ મુલાકાત લેવામાં આવી અને પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો પણ ચકાસવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં ૩૦ બેડ, ૨૫ આઇસોલેશન ઓક્સિજન સાથેના બેડ, ૫ ઓક્સિજન કોન્સંટ્રેટર્સ, ૨ બાયપેપ મશીન અને ૧૭ ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ

હોસ્પિટલના સ્ટાફ સાથે જરૂરી ચર્ચા કરીને કોરોના સામે વિજાપુર વાસીઓને કોઈ તકલીફ ના પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવા પણ માન. સાંસદ શ્રી એ સુચના આપી હતી.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી કાન્તીભાઈ પટેલ, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ શ્રી માધુભાઈ પટેલ, વિજાપુર શહેર પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી પરેશભાઈ તથા સામાજિક આગેવાન શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ… ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *