

રિપોર્ટ ,મયુર પટેલ
મહુવા બી. જી.ભક્તા ઇગ્લીશ મીડિયમ સ્કૂલ મહુવા દ્વારા શાળામાં આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવી હતી. આનંદ મેળા નું ઉદ્ઘાટન શાળાના પ્રમુખશ્રી સુભાષભાઈ ભક્ત મંત્રીશ્રી જનકભાઈ દેસાઈ તેમજ ઉપપ્રમુખશ્રી ગમનભાઈ ઢીમર, કેમ્પસ ડિરેક્ટર પરીન સર, સુરત જિલ્લા પંચાયત ના આરોગ્ય ચેરમેન જીનેશભાઈ તેમજ ટ્રસ્ટીઓ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર પરિન સર શાળાના આચાર્યશ્રી ડૉ. ઋષિકેશ ભટ્ટ સાહેબ, બી.જી.ભક્ત ના આચાર્ય તેમજ આર. જી.ભક્ત.પ્રા. વિ. ના આચાર્ય અને સ્ટાફ મિત્રો તેમજ વાલી ઉપસ્થીત રહી. આનંદ મેળા ને ખુબ જ ઉત્સાહ થી ઉજવ્યો.
