આહવા ખાતે આયોજિત “નાયરા પ્રીમિયર લીગ ” NPL ની ચેમ્પિયન બની આઝાદ વોરિયર્સ…!!

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ક્રિકેટની રમતમાં આહવાના યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે, યુવા ખેલાડીઓ પોતાનામાં રહેલ કૌશલ્યને રજુ કરી શકે તેવા ઉમદા હેતુથી આયોજકોએ ગામના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા NPL નું આયોજન કરી ખુબ મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તા.18 ડિસેમ્બર શરુ થઈ નવ દિવસ ચાલેલ આ ટુર્નામેન્ટમાં ચોક્કા છક્કાની રમઝટ સાથે આઝાદ વોરિયર્સ, યુનિટી ગ્રુપ, નાયરા પેટ્રોલ પંપ, રેડ બુલ, કર્તવ્ય ઇલેવન, ઓમ શેષ, વિકી 71, DP વીરિયર્શ, આંબાપાડા ઇલેવન, મિશન ઇલેવન મળી કુલ દસ ટીમોમાં ખેલાડીઓને વહેંચી ટુર્નામેન્ટ રમાડવામાં આવી. પ્રથમ ઈનામ રૂ. ૫૦,૦૦૦ ની પ્રાઈસ મની અને ટ્રોફી સાથે આઝાદ વોરિયર્સ વિજેતા બની જ્યારે નાયરા પેટ્રોલ પંપ દ્વિતીય ઈનામ રૂ. ૩૦,૦૦૦ ની પ્રાઈસ મની અને ટ્રોફી સાથે રનર અપ વિજેતા રહી. આ ટુર્નામેન્ટના મેન ઓફ ધી સીરીઝ તરીકે આઝાદ વોરિયર્સના ખેલાડી ઘનશ્યામ અને બેસ્ટ બોલર તરીકે નાયરા પેટ્રોલ પંપ ના નિલેશ (નીલુ)ની પસંદગી થઈ.

આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ઉત્સાહ પુર્વક અને ખેલદિલીથી પોતાની રમત દાખવી. આહવા નગરની ક્રિકેપ્રેમી જનતાએ પણ દર્શક તરીકે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવા બદલ નાયરા પેટ્રોલ પંપના ઓનર અને મેનેજમેન્ટ પ્રિતેશભાઈ મંગળભાઈ ગાવિતનો સિંહ ફાળો રહ્યો છે. તેમજ, ક્રિકેટ જગતને પ્રોત્સાહન આપવા આનંદભાઈ સૈદાને ખુબ જ સરસ કોમેન્ટ્રી આપી લોકોનું દિલ જીતી લીધું હતું, અંતે આઝાદ વોરિયર્સના ઓનર આઝાદસિહ કૈલાશસિંહ બઘેલ અને આઝાદ વોરિયર્સ ના કેપ્ટન નરેશભાઈ ભોયે અને નાયરા પેટ્રોલ પંપ ટીમના ઓનર પ્રિતેશ ગાવિત દ્વારા પોતાની ટીમોને શુભેચ્છાઓ અપાઈ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *