માર્ગ અકસ્માતમા ઘવાયેલા ને તાત્કાલીક હોસ્પીટલ પહોંચાડી બનો ગુડ સમરિટન

સમરિટન એવોર્ડ કોને કહેવાય?? ફેટલ એટલે શુ?? ગોલ્ડન અવર કોને કહેવાય??મહત્વની માહિતી આપતા માહિતી મદદનીશ

જામનગર /દેવભૂમિ દ્વારકા( ભરત ભોગાયતા)

          કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ વિભાગ દ્વારા જીવલેણ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વ્યકિતઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ ટ્રોમા કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચાડનાર વ્યક્તિને ગુડ સમરિટન એવોર્ડથી સન્માનિત કરવા માટેની ૧૦૦% કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં મુકવામાં આવી છે. જે સંદર્ભે રાજ્ય સરકારશ્રીના બંદરો અને વાહન વ્યવહાર વિભાગના ઠરાવ અનુસાર જીવલેણ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વ્યકિતઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ ટ્રોમા કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચાડનાર વ્યક્તિને સન્માનિત કરવા માટેની સ્કીમ ફોર ગ્રાન્ટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન યોજના અમલમાં મુકવામાં આવી છે.

Ø ગુડ સમરિટન એટલે શું?

માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમાકેર સેન્ટરમાં પહોંચાડી મદદ કરનાર વ્યક્તિ.

Ø ગોલ્ડન અવર એટલે શું?

ગોલ્ડન અવર એટલે માર્ગ અકસ્માત પછીનો એ તુરાંતનો પ્રથમ કલાક છે, જેમાં તાકીદની તબીબી સારવાર જરૂરી છે, જે સમયસર મળવાથી મૃત્યુને મહદ અંશે નિવારી શકાય છે.

Ø આ યોજના હેઠળ ફેટલ એક્સીડન્ટની વ્યાખ્યા

માર્ગ અકસ્માતમાં ઘવાયેલી વ્યક્તિને સારવાર દરમિયાન મોટું ઓપરેશન આવે, ઓછાંમાં ઓછાં ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવારમાં રહેવું પડે, મગજમાં ઈજા થાય, કરોડરજ્જૂને થયેલ ઈજાઓ, સારવાર દરમિયાન મૃત્યુ થાય તેવાં કિસ્સામાં હોસ્પિટલ દ્વારા જીવલેણ અકસ્માતનું પ્રમાણપત્ર આપવામાં આવે તો તે અકસ્માતને ફેટલ એક્સીડન્ટ કહેવામાં આવે છે.

Ø ગુડ સમરિટનને મળવાપાત્ર નાણાંકીય સહાય(એવોર્ડ)

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, ભારત સરકારશ્રી દ્વારા અમલમાં આવેલી આ યોજના અન્વયે એક ગુડ સમરિટન એક અથવા વધુ વ્યક્તિઓના જીવ બચાવે તો રૂ.૫,૦૦૦ની એવોર્ડની રકમ મળવા પાત્ર છે. જો એક કરતાં વધુ ગુડ સમરિટન એક વ્યક્તિનો જીવ બચાવે તો રૂ. ૫,૦૦૦તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. જો એક કરતાં વધુ ગુડ સમરિટન એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ રૂ. ૫,૦૦૦ પ્રતિ ગુડ સમરિટન પુરસ્કાર મળે છે. એક ગુડ સમરિટનને એક વર્ષમાં મહત્તમ પાંચ વખત પુરસ્કારની રકમ મળવા પાત્ર છે. દરેક ગુડ સમરિટનને રોકડ પુરસ્કાર સાથે “પ્રશંસા પ્રમાણપત્ર” પણ એનાયત કરવામાં આવશે. ગુડ સમરિટન દ્વારા સ્વૈચ્છિક રીતે અપાયેલી માહિતીનો ઉપયોગ ફક્ત આ યોજના હેઠળની પ્રક્રિયા માટે કરવામાં આવશે.

Ø રાષ્ટ્રીયકક્ષાએ એવોર્ડ

મુલ્યાંકન કમિટી દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા મળેલી દરખાસ્તોની સમિક્ષા કરીને દર વર્ષે 10 ગુડ સમરિટનને રાષ્ટ્રીય સ્તરનાં એવોર્ડ માટે પસંદ કરાશે. તેમને રૂ. 1 લાખનું ઈનામ, સર્ટિફિકેટ તથા ટ્રોફી એનાયત કરવામાં આવશે.
તેમ સંપુર્ણ વિસ્તૃત સંકલન કર્તા દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી નરેશભાઇ ના માર્ગદર્શન હેઠળ માહિતી મદદનીશ વૈશાલી રાવલીયાએ જણાવ્યુ છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM