જીજીએચ જામનગરના મોકડ્રીલ નિરીક્ષણ વખતે લોકોને બુસ્ટર ડોઝ લેવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરવા અને તમામ સુવિધા નુ વારંવાર ચેકીંગ કરવા તેમજ સ્વચ્છતાની સાંસદ પૂનમબેન માડમ ની અપીલ

ત્રણ ઑક્સીજન પ્લાન્ટ મારફતે દર મિનિટે ૧૭૫૦ લિટર ઑક્સીજન તેમજ ઑક્સીજન ટેન્ક મારફતે ૪૧૦૦૦ લિટર લિક્વિડ ઑક્સીજન પૂરો પાડવાની ક્ષમતા : હોસ્પિટલમાં ૩૮૫ આઈસીયુ બેડ, ૪૦૦ વેન્ટિલેટર તેમજ પુરતા બેડની સુવિધા

જામનગર ( ભરત ભોગાયતા)

કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા સરકાર પહેલાથી જ સજ્જ છે. આજે સમગ્ર રાજ્યમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં સાંસદ શ્રી પૂનમબેન માડમે ઉપસ્થિત રહીને તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

સાંસદશ્રી પૂનમબેન માડમે કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમજ ત્રણ ઑક્સીજન પ્લાન્ટ પર જઇને નિરીક્ષણ કર્યું હતું, હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટિંગ માટે કીટની ઉપલબ્ધિ, દવાઓ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર સહિત તમામ પ્રકારના સાધનોનું નિરીક્ષણ કરી, એમઆરઆઈ રૂમની મુલાકાત કરી હતી. દર્દીઓની તમામ જરૂરિયાતને પહોંચી વળવા તેમજ દર્દીઓના સગાવહાલાંઓ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવા અંગે હોસ્પિટલના ડોકટરોને સૂચનો કરી સાંસદશ્રીએ જીજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિજનો સાથે વાતચીત કરી સરકારની અમૃતમ કાર્ડ જેવી યોજનાઓ થકી સારવાર મેળવવા જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનો આપી દર્દીઓની પૂરતી તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.
જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રનું મેડિકલ હબ ગણવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન જામનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી આવનાર દર્દીઓને પણ અંહી સારવાર આપવામાં આવી હતી. હાલ અન્ય દેશોમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્રણ ઑક્સીજન પ્લાન્ટ કાર્યરત છે. જે દર મિનિટે ૧૭૫૦ લિટર ઑક્સીજન પૂરો પાડી શકવાની ક્ષમતા ધરાવે છે. લિક્વિડ ઑક્સીજન ટેન્ક મારફતે ૪૧૦૦૦ લિટર લિક્વિડ ઑક્સીજન મળી રહે તે પ્લાન્ટ ઉપલબ્ધ છે. કોવિડ હોસ્પિટલમાં કુલ પુરતા બેડ સુધીની સુવિધા તેમજ ૩૮૫ આઈસીયુ બેડ અને ૪૦૦ વેન્ટિલેટરની સુવિધા છે. સલામતીના ભાગ રૂપે હાલ હોસ્પિટલમાં ૧૨૦ જેટલા આઇસોલેશન બેડ ઊભા કરી દેવામાં આવ્યા છે. અને કોરોના ટેસ્ટિંગ પણ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી અને એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM