
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીના પ્રકાશ પર્વના પવિત્ર અવસર પર શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; ” હું શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને તેમના પ્રકાશ પર્વના પવિત્ર અવસર પર, નમન કરું છું અને માનવતાની સેવામાં તેમના યોગદાનને યાદ કરું છું. તેમની અપ્રતિમ હિંમત આવનારા વર્ષો સુધી લોકોને પ્રેરિત કરતી રહેશે.”
