
પાનોલી ની સનફાર્મા કંપની દ્વારા અંકલેશ્વર તાલુકા અને શહેર ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ કેમ્પ નો પ્રારંભ કરાયો

41 જેટલી પ્રાથમિક શાળા ના 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ ની આંખ ની તપાસ કરશે

સનફાર્મા કંપની દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને વિના મુલ્યે ચશ્માં નું વિતરણ કરાશે







કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ની જીનવાલા સ્કૂલ ખાતે પાનોલી ની સનફાર્મા કંપની દ્વારા અંકલેશ્વર તાલુકા અને શહેર ની સરકારી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પ નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ઉદ્દઘાટન કરી કેમ્પ નો પ્રારંભ કરાવ્યો હતો ,સનફાર્મા કંપની દ્વારા એક મહિના માં અંકલેશ્વર ની 41 જેટલી સરકારી પ્રાથમિક અને માધ્યમીક શાળા ના વિદ્યાર્થીઓ ની આંખ ની તપાસ કરશે .
અંકલેશ્વર પાનોલી ના ઔધોગિક ગૃહો ની સામાજિક જવાબદારી ના ભાગ રૂપે તેમજ સામાજીક ઉત્તરદાયિત્વ અનોખી પહેલ અંતર્ગત સનફાર્મા કંપની ના સીએસઆર વિભાગ દ્વારા અંકલેશ્વર તાલુકા અને શહેર ની 41 જેટલી સરકારી પ્રાથમિક અને માધ્યમીક શાળા ના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે ,જેનો અંકલેશ્વર ની ,જીનવાલા સ્કૂલ ખાતે ધારાસભ્ય સભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ઉદઘાટન દ્વારા આઇ કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ ની આંખ ની તપાસ કરવામાં આવી હતી ,તેમજ આગામી દિવસો માં અન્ય શાળાઓ માં આઈ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓ ની આંખ ની તપાસ કરી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને ચશ્માં નું પણ વિતરણ કરવામાં આવશે આ આઈ કેમ્પ માં અંકલેશ્વર નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,નગર માધ્યમીક શિક્ષણ સમિતિ ના ચેરમેન કિંજલબેન ચૌહાણ ,પાલિકા ના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ,સનફાર્મા કંપની ના હેડ નિકેશ કાપડિયા ,બાબુભાઇ પટેલ ,કંપની ના સીએસઆર હેડ સહેજાદ બેલીમ ,રવિ ગાંધી સહીત ના અધિકારીઓ અને શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

