પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શ્રી સી.આર. પાટીલ સાહેબ પ્રથમ વખત કચ્છની મુલાકાતે

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનની ધુરા સંભાળ્યા બાદ શ્રી સી.આર પાટીલ સૌ પ્રથમ વખત આવતીકાલે કચ્છની મુલાકાતે પધારનાર છે . તેઓ આવતીકાલે સવારે ૧૦ વાગે , ઉમા વિદ્યાલય , નખત્રાણા ખાતે એક કાર્યકર્તા બેઠકના માધ્યમથી કાર્યકરોના જોમ અને જુસ્સાને આસમાની ઉચાઈએ પહોંચાડીને અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત પક્ષના કાર્યકરોને માર્ગદર્શન આપશે . શ્રી સી.આર. પાટીલ અત્યંત ભુતલની સંગઠનાત્મક કામગીરીમાં તેમજ સુક્ષ્મ સ્તરના બુથ મેનેજમેન્ટમાં ભારે માહીર છે . તેઓ નવસારીના સાંસદ તરીકે સતત ત્રણ ટર્મથી મહાકાય સરસાઈથી વિજેતા બનતા આવ્યા છે અને એક – એક કાર્યકર્તા અને છેક નીચલા સ્તરના છેવાડાના માનવી સુધીના તેમના વ્યકિતગત અને જીવંત સંપર્કો થકી જનમાનસમાં ભારે લોકચાહના ધરાવે છે . તેમની આવી દૈદિપ્યમાન કારકીર્દીની નોંધ લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી , ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડા સાહેબે તેઓની ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષપદ જેવા ગૌરવવંતા સ્થાન માટે પસંદગી કરી છે . શ્રી પાટીલે આવતા વેત જ સમગ્ર ગુજરાતના ચાર ઝોનનો પ્રવાસ કરીને આગામી પેટા ચુંટણીઓ અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અગાઉ પક્ષના આંતરીક માળખાને સુદ્દઢ કરી ધબકતું કર્યું છે અને સમગ્ર ગુજરાત ભાજપ સંગઠનના સૈનિકો પણ શ્રી પાટીલના ઝમકદાર નેતૃત્વ હેઠળ પક્ષ અને પ્રજાના કાર્યો કરવા ઉત્સાહિત બન્યા છે . આવતીકાલે તેમની મુલાકાત વેળાએ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , પ્રદેશ ભાજપ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા , કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ , રાજયમંત્રી શ્રી વાસભાઈ આહિર , સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા , ધારાસભ્યો ડો . નિમાબેન આચાર્ય , વિરેન્દ્રસિંહ જાડેજા , માલતીબેન મહેશ્વરી , જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરૂધ્ધભાઈ દવે , વલ્લમજીભાઈ હુંબલ , શૈલેન્દ્રસિંહ જાડેજા , પૂર્વ સાંસદશ્રીઓ , પૂર્વ ધારાસભ્યશ્રીઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતના ઈન્ચાર્જશ્રીઓ , પક્ષના હોદેદારો સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકરો ઉપસ્થિત રહેશે તેવું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસીકલાલ ઠકકરની યાદીમાં જણાવાયું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *