આવતીકાલે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજીનો મોરબી, લીંબડી, ગઢડા અને કરજણ વિધાનસભામાં તથા શ્રી પરસોત્તમભાઈ રૂપાલાનો ધારી વિધાનસભા અંતર્ગત ચૂંટણી પ્રવાસ યોજાશે.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી આવતીકાલે ૨૩ ઓક્ટોબરના રોજ મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં સવારે ૧૦:૦૦ કલાકે ગુજરાત હાઉસિંગ બોર્ડ ,મોરબી ખાતે અને ત્યારબાદ લીંબડી વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણાના સમર્થનમાં બપોરે ૧:૧૫ કલાકે ભરતભાઈ પટેલના જીન, લીંબડી ખાતે જાહેરસભાઓને સંબોધશે.
આ ઉપરાંત શ્રીમતી ઈરાનીજી ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી આત્મારામભાઇ પરમારના સમર્થનમાં સાંજે ૪:૩૦ કલાકે પીટીસી કોલેજ, ગઢડા ખાતે અને રાત્રે ૮:૦૦ કલાકે કરજણ વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી અક્ષયભાઈ પટેલના સમર્થનમાં મિયાગામ કરજણ ખાતે જાહેરસભાઓ સંબોધશે.
જ્યારે કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા આવતીકાલે ૨૩ ઓક્ટોબરના રોજ ધારી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી જે.વી. કાકડિયાના સમર્થનમાં સવારે ૧૦:૦૦ કલાકે બગસરા ખાતે અને બપોરે ૩:૦૦ કલાકે ધારી ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદી જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના શ્રેષ્ઠીશ્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે મોટા સમઢિયાળા અને રાત્રે ૮:૦૦ કલાકે ચલાલા ખાતે જાહેરસભા સંબોધશે.
- આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી નો મોરબી, લીંબડી, ગઢડા અને કરજણ વિધાનસભામાં ચુંટણી પ્રવાસ યોજાશે
- શ્રીમતી સ્મૃતિ ઇરાનીજી સવારે ૧૦:૦૦ કલાકે મોરબી, બપોરે ૧:૧૫ કલાકે લીંબડી, બપોરે ૪:૩૦ કલાકે ગઢડા અને રાત્રે ૮:૦૦ કલાકે કરજણ ખાતે જાહેરસભાઓ સંબોધશે.
- આવતીકાલે કેન્દ્રિય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાનો ધારી વિધાનસભા અંતર્ગત બગસરા, ધારી, મોટા સમઢિયાળા અને ચલાલાનો ચૂંટણી પ્રવાસ યોજાશે.
- શ્રી પરસોત્તમભાઇ રૂપાલા સવારે ૧૦:૦૦ કલાકે બગસરા અને બપોરે ૩:૦૦ કલાકે ધારી ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદી જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના શ્રેષ્ઠી શ્રીઓ સાથે બેઠક કરશે.
- શ્રી પરસોત્તમભાઇ રૂપાલા ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે મોટા સમઢિયાળા અને રાત્રે ૮:૦૦ કલાકે ચલાલા ખાતે જાહેરસભા સંબોધશે.
- ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટા ચૂંટણી અન્વયે આવતીકાલે ૨૩ ઓક્ટોબરના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ અબડાસા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પ્રવાસે જઈ રહ્યા છે.તેમના અબડાસા વિધાનસભાના પ્રવાસ દરમિયાન તેઓ તે વિસ્તારના સામાજિક અગ્રણીશ્રીઓ,સમાજ શ્રેષ્ઠીઓ, સહકારી આગેવાનો તેમજ વેપારી મંડળના આગેવાનો તથા ભાજપા કાર્યકર્તાઓ સાથે બેઠકો કરશે.
