ભાજપાની સરકાર એ ગરીબોની, વંચિતોની, શોષિતોની અને ખેડૂતોની સરકાર છે.- શ્રી પરસોત્તમભાઇ રૂપાલા

  • ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી આત્મારામભાઇ પરમાર ના સમર્થનમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાએ આજે 22 ઓક્ટોબરના રોજ ગઢડા વિધાનસભા મતક્ષેત્ર ના જલાલપુર, માંડવા, ગુદાળા, માંડવધાર, ઢસા દડવા અને પાટણા નો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ ખેડ્યો
  • ઢસા ખાતે ૧૫૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા. જેઓને શ્રી પરસોતમભાઈ રૂપાલાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
  • કોંગ્રેસે દેશને લૂંટવામાં કઈ બાકી નથી રાખ્યું. હવે કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં જ ગૂંગળામણ અનુભવી રહ્યા છે જેથી સમગ્ર દેશમાં અને ગુજરાતમાં લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. – શ્રી પરસોત્તમભાઇ રૂપાલા
  • પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર દેશવાસીઓને આપેલા તમામ વચનોની પૂર્તિ માટે સતત કાર્યરત રહીને રાતદિન મહેનત કરી રહી છે.- શ્રી પરસોત્તમભાઇ રૂપાલા
  • ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો પાસેથી એક પણ રૂપિયાનું પ્રીમિયમ લીધા વિના ૩૭૦૦ કરોડનું માતબર રાહત પેકેજ આપવાનું અભૂતપૂર્વ કામ કર્યું છે. – શ્રી પરસોત્તમભાઇ રૂપાલા
  • પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હાથ મજબૂત કરવા ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી આત્મારામ ભાઈ પરમારને પ્રચંડ જનસમર્થન આપી ચુંટી કાઢવા હાકલ કરતા શ્રી પરસોત્તમભાઇ રૂપાલા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટા ચૂંટણી અન્વયે ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી આત્મારામભાઇ પરમારના સમર્થનમાં કેન્દ્રીયમંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાએ આજે 22 ઓક્ટોબરના રોજ ગઢડા વિધાનસભા મતક્ષેત્ર ના જલાલપુર, માંડવા, ગુદાળા, માંડવધાર, ઢસા, દડવા અને પાટણાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ ખેડ્યો હતો.

      શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ આ ચૂંટણી પ્રવાસ અંતર્ગત જલાલપુર, માંડવા અને ઢસા ખાતે જૂથ બેઠકો અને માંડવધાર અને પાટણા ખાતે જાહેરસભા સંબોધી હતી. ઢસા ખાતે ૧૫૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા. જેઓને શ્રી પરસોતમભાઈ રૂપાલાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ બેઠકોમાં ગઢડા વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા રાજ્ય સરકારના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા,જિલ્લા ભાજપના પ્રભારી શ્રી અમોભાઈ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, કિસાન મોરચાના પ્રમુખ શ્રી બાબુભાઇ જેબલીયા, જિલ્લા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો ભાજપા સંગઠન ના હોદેદારો, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

            શ્રી રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશને લૂંટવામાં કઈ બાકી નથી રાખ્યું. હવે કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં જ ગૂંગળામણ અનુભવી રહ્યા છે. જેથી સમગ્ર દેશમાં અને ગુજરાતમાં લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસમાં રહીને જનતાની સેવા થઈ શકે તેમ નથી તેવું હવે કોંગ્રેસીઓ સમજી ગયા છે. જ્યારે ભાજપાએ હંમેશા રાજનીતિને બદલે રાષ્ટ્રનીતિને પ્રાધાન્ય આપીને જનતા જનાર્દનને સર્વોપરી માનીને દેશસેવામાં કટીબધ્ધતા દર્શાવી છે.

        રૂપાલાએ ગૌરવભેર જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર દેશવાસીઓને આપેલા તમામ વચનોની પૂર્તિ માટે સતત કાર્યરત રહીને રાતદિન મહેનત કરી રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળના આરંભે જ લીધેલા લોકડાઉનના દૂરંદેશીભર્યા નિર્ણયને પરિણામે જ આપણે ખૂબ મોટી જાનહાની થતી રોકવામાં સફળ રહ્યા છીએ. સાથે સાથે વિશ્વના અન્ય દેશોને રાહતસામગ્રી અને દવાઓ પૂરી પાડી ભારતે દ્રષ્ટાંતરૂપ કાર્ય કર્યું છે. આજે પણ સમગ્ર વિશ્વ ભારત સામે આશાભરી મીટ માંડીને બેઠું છે જે માત્ર ને માત્ર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇચ્છાશક્તિ અને મક્કમ નિર્ણયોને આભારી છે.

           શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે ભાજપાની સરકાર એ ગરીબોની, વંચિતોની, શોષિતોની અને ખેડૂતોની સરકાર છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકારે ગરીબો અને ખેડૂતોને લક્ષમાં રાખીને એક પછી એક અનેક લોક કલ્યાણકારી શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. ખેડૂતોને કેન્દ્રમાં રાખીને પ્રીમિયમ લીધા વિના ૩૭૦૦ કરોડનું માતબર રાહત પેકેજ આપવાનું અભૂતપૂર્વ કામ રાજ્યની ભાજપા સરકારે કર્યું છે.

            રૂપાલાએ જણાવ્યું હતું કે “ખેડૂત સન્માન નિધિ” હેઠળ પ્રતિવર્ષ રૂપિયા 6,000 સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે. જેમાં રૂપિયા ૯૩૦૦૦ કરોડ જેટલી રકમ કોઈપણ વચેટિયા વિના સીધી લાભાર્થીના ખાતામાં જમા કરાઈ છે. આ ઉપરાંત “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના” હેઠળ એપ્રિલથી લઈ નવેમ્બર માસ સુધી દેશના ૮૦ કરોડ નાગરિકોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી સંવેદનશીલ અને માનવતાનું કાર્ય ભાજપાની સરકારે કર્યું છે.

          શ્રી રૂપાલાએ અંતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે 70 વર્ષમાં જે નથી કર્યા તેવા સીમાચિન્હરૂપ કાર્યો ભાજપાની સરકારે છ વર્ષમાં કરી બતાવ્યા છે.  ગુજરાત અને દેશને વિકાસ પથ પર આગળ વધારવાનું કામ ભાજપા સરકાર કરી રહી છે. ગુજરાતની જનતાએ હંમેશા ભાજપા પર તેમના આશીર્વાદ વરસાવ્યા છે. સમગ્ર વિશ્વમાં ભારતની અસ્મિતા અને અખંડિતતા ને ઉજાગર કરવા અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હાથ મજબૂત કરવા ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી આત્મારામ ભાઈ પરમારને પ્રચંડ જનસમર્થન આપી ચુંટી કાઢવા તેઓએ હાકલ કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM