ડાંગ વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્વરાજ આશ્રમ ખાતેગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, ભરતસિંહ પરમાર, કેબિનેટ મંત્રીશ્રી ગણપત વસાવા, કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સુરત ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદી,વલસાડ – ડાંગ ના સાંસદ ડૉ.કે.સી પટેલ, મહુવા ધારાસભ્ય મોહનભાઇ, ધોડિયા, ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા ની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો સાથે મહત્વની ચુંટણી લક્ષી વ્યવસ્થા અને આયોજન ની બેઠક યોજાઈ હતી જયારે આ બેઠકમાં હોદ્દેદારો દ્વારા પેટાચૂંટણીને લઇને વિવિધ મુદ્દે અને ચુંટણી વ્યવસ્થાને લગતું માર્ગદર્શન આપાયું હતું આ બેઠકમાં માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત, સુરત શહેરના ધારાસભ્ય હેમાલીબેન, ઝંખનાબેન પટેલ , ડાંગ જિલ્લા પ્રભારી કરસનભાઇ પટેલ, પ્રભારી અશોકભાઈ ધોરજીયા, માજી ધારાસભ્ય મંગળ ગાવીત, મહામંત્રીશ્રીઓ સહિત સુરત – તાપી- નવસારીના સંગઠન ના હોદ્દેદારો, ભાજપા અગ્રણીઓ, અપેક્ષિત કાર્યકરો, ભાજપા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા


