ડૉ ગુલાબ ચંદ પટેલ સાહિત્યકાર અને પ્રોફેસર ડૉ નરસિંહ ભાઈ વણકર નું અભિવાદન કરવામાં આવ્યું

ગાંધીનગર ડૉ બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે દલિત સેના ગાંધીનગર જિલ્લા અને વોઇસ ઓફ ગાંધીનગર સમાચાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. 

  આ કાર્યક્રમ માં 

ડૉ ગુલાબ ચંદ પટેલ સાહિત્યકાર અને પ્રોફેસર ડૉ નરસિંહ ભાઈ વણકર નું અભિવાદન કરવામાં આવ્યું. આ બંને મહાનુભાવો ને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર ના કેબીનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર દ્વારા સંત કબીર સાહિત્ય એવોર્ડ રૂપિયા એક લાખ રૂપિયા ની ધન રાશિ, શાલ પુષ્પ ગુચ્છ અને સન્માન પત્ર આપી તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેથી આ  બંને મહાનુભાવો નું સન્માન પત્ર ફૂલ માળા સાથે તંત્રી શ્રી વોઇસ ઓફ ગાંધીનગર ના તંત્રી અને  ગુજરાત પ્રદેશ ના સચિવ બાબુ ભાઈ મેસરવાલા અને દલિત સેના ગાંધીનગર જિલ્લા ના સચિવ શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ડૉ નિતીન અનજાન, પૂનમ ચંદ પટેલ સમતા ટ્રસ્ટ ના પ્રમુખ મોટેરા, એલ એન પરમાર પૂર્વ અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિ ગાંધીનગર ભિખાભાઈ અમીન  સાહિત્યકાર, પત્રકાર સ્વપ્નોલ મહેતા ડૉ કિરણ મહેતા અને મોટી સંખ્યામાં વોઇસ ઓફ ગાંધીનગર પત્રકારો  દલિત સેના ગાંધીનગર ના મહિલા પ્રમુખ વૈશાલી એડવોકેટ મંત્રી શ્રી ધર્મીષ્ઠા બેન ચૌહાણ જયંત ચૌહાણ, છગનભાઈ ઝાલા અશ્વિન ભાઈ ચાંદ ખેડા મોહન બાવલુંકર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં શ્રી  કાંતિ ભાઈ પટેલ એડવોકેટ નું પણ સન્માન બાબુ ભાઈ મેસરવાલા દ્વારા કરવામાં આવ્યું હતું દલિત સેના ગાંધીનગર જિલ્લા ના ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા બાબુભાઈ મેસરવાલા નું એન એલ પરમાર સામાજિક ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અંત માં આભાર વ્યક્ત એડવોકેટ શ્રી કાંતિ ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *