









=ગામ ના 57 જેટલા મકાન ધારકો એ કરેલ બાંધકામ સહીત ના દબાણો દૂર કરાયા
=રેલ્વે પોલીસ ,જીઆરપીએફ ,અને સ્થાનિક પોલીસ ના બંદોબસ્ત વચ્ચે દબાણો તોડી પાડયા
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના નવા બોરભાઠા બેટ ગામે રેલ્વે ની હદ માં રેલ્વે વિભાગ દ્વારા ગામ ના 57 જેટલા મકાન માલીકો એ બાંધકામ સહીત કરેલ દબાણો ને રેલ્વે પોલીસ ,જીઆરપીએફ ,અને અંકલેશ્વર શહેર પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જીસીબી મશીનો વડે દબાણો ને તોડી પાડવામાં આવ્યા હતા ,

રેલ્વે વિભાગ દ્વારા અંકલેશ્વર ના નવા બોરભાઠા બેટ ગામે રેલ્વે હદ વિસ્તાર માં કરાયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી બોરભાઠા ગામના 57 જેટલા મકાન માલિકો એ રેલ્વે ની હદ માં પાકા તેમજ કાચા મકાનો સહીત નું ગેરકાયદેસર દબાણ કર્યું હતું,જે દબાણ દૂર કરવા માટે રેલ્વે વિભાગ દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી જો કે નોટિસ આપવા છતાં મકાન માલિકો એ દબાણ દૂર કર્યા ન હતા અંતે રેલ્વે વિભાગ દ્વારા સોમવાર ના રોજ રેલ્વે ના અધિકારીઓ એ રેલ્વે ફોર્સ ,જીઆરપીએફ ,અને અંકલેશ્વર શહેર પોલીસ ના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન વડે કાચા અને પાકા બાંધકામ સહીત ના દબાણો ને દૂર કરી રેલ્વે હદ વિસ્તાર ને ખુલ્લો કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમ્યાન જીઆરપીએફ સુરત વિભાગ ના ડીવાયએસપી ડી.એચ.ગૌર ,અંકલેશ્વર ના સ્થાનિક ડીવાયએસપી ચિરાગ દેસાઈ ,અંકલેશ્વર મામલતદાર કચેરી ના નાયબ મામલતદાર કૃપાબેન પટેલ સહીત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા