
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: 02: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા-ડાંગ ખાતે તા- 04/01/2023 બુધવારના રોજ જ્ઞાનધારા સમિતિ તથા SRC સમિતિ અને હરિ ઓમ પરિવારના સંયુક્ત ઉપક્રમે માતૃપિતૃ પૂજન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના મુલ્યો, ફરજ, નિષ્ઠાનુ નિરૂપણ થાય, તેમજ વિદ્યાર્થીઓ પોતાના વડિલો પ્રત્યે આદર અને વિનમ્રતા કેળવે તે માટેનો હતો.

કાર્યક્રમનુ આયોજન જ્ઞાનધારા સમિતિના અધ્યક્ષ પ્રા મૂકેશભાઈ પી. ઠાકોર દ્વારા કરવામા આવ્યુ હતુ. SRC સમિતિના અધ્યક્ષ દ્વારા વિશેષ ઉદ્બોધન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની ફોટોગ્રાફી પ્રા. ઉમેશભાઈ હડસે કરી હતી. તેમજ કાર્યક્રમનુ સંચાલન હરિઓમ પરિવારની બહેનો દ્વારા કરવામા આવી હતી. આ કાર્યક્રમમા અથિતિ વિશેષ તરીકે શ્રી પ્રશાન્તભાઈ બોરસે ઉપસ્થિત રહ્યા હતા.