ડાંગમાં SVS કક્ષાનો એજ્યુકેશન ફેર યોજાયો.

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઆરટી) ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવરન, વધઈ પ્રેરિત દડંકારણ્ય શાળા વિકાસ સંકુલ ડાંગ આહવા આયોજિત એસ.વી.એસ. કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર 22 -23 તા. 4/ 1/ 23 ના રોજ ડાયટ વધઈ ખાતે યોજાયો.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજય દેશમુખ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વધઈના પ્રાચાર્ય શ્રી રાઉત, એસ.વી.એસ. કન્વીનર શ્રી અમરસિંહ ગાંગોડા, ઈ.ડી.આઇ. શ્રી કિરણસિંહ પરમાર, નગીનભાઈ પટેલ, શ્રીમતી ધરલબેન સોલંકી, નિર્ણાયકો, આચાર્ય,અને શિક્ષકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રથમ એસ.વી.એસ. કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર 20-23 માં ડાંગ જિલ્લાની 10 શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ શિક્ષક મિત્રોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આમાં વિજેતા થયેલા શિક્ષક મિત્રો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.ભાગ લેનાર અને વિજેતા તમામને જિલ્લા શિક્ષણાધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *