યાત્રાધામ પોષી પુનમે પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભક્તો દર્શાનાથે ઉમટયા

ઠાકોરજીને સુંદર વાઘા અને સુર્વણ અલંકારથી સુશોભિત કરાયા

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પોષી પુનમને લઈ ભક્તોનું ઘોડાપૂર ભગવાન શામળીયાના દર્શન માટે ઉમટયું હતું. જિલ્લાભરમાંથી વહેલી સવારે ભગવાન શામળીયાના દર્શન કરવા ભક્તો આવી પહોંચ્યા હતા અને કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્ય બન્યા હતા.

કોવીડ-૧૯ અંતર્ગત નિયમોના પાલન સાથે શ્રધ્ધ્ળુઓને મંદિરમાં પ્રવેશ અપાયો હતો. પ્રાચીન યાત્રાધામ શામળાજી મંદિર ખાતે પોષી પુનમ હોઈ શ્રધ્ધાળુઓમાં ભગવાન શામળીયાના દર્શન કરવા માટે દૂર દૂર થી આવેલ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.મંદિરના પટાંગણમાં લાઈનબધ્ધ સાથે ભક્તો શામળીયાના જયકાર સાથે ઉમટી પડયા હતા. શામળીયા ભગવાનની મૂર્તિને સુંદર વાઘા અને સુર્વણ અલંકાર થી સુશોભિત કરાયા હતા.કોરોના ને લઈ મંદિર ટ્રસ્ટના મેનેજર અને ટ્રસ્ટીઓ દ્વારા સંપૂર્ણ પણે કોવીડ-૧૯ ના નિયમો અને સરકારી ગાઈડ લાઈન મુજબ શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.આમ જિલ્લાભરમાંથી યાત્રાધામ શામળાજીમાં પોષી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *