

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા પંચાયતી રાજના ચૂંટાયેલા પદાધિકારી શ્રીમતી હંસાબેન આર. પરમાર માન.પ્રમુખ શ્રી જીલ્લા પંચાયત આણંદ ના અધ્યક્ષપણા હેઠળ આરોગ્ય લક્ષી અધિવેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા પંચાયત કારોબારી સમિતી ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતી ચેરમેન શ્રીમતી હેમાબેન પટેલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમતી ડૉ. મેધા એચ.મહેતા, ડૉ.એ.ડી.એચ.ઓ.પૂર્વીબેન, ડૉ. રાજેશભાઈ પટેલ ઇ.એમ.ઓ.તથા ડી.એમ.ઓ નો ચાર્જ તથા આરોગ્ય ખાતાના અધિકારીશ્રીઓ તથા પદા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ખાતા દ્વારા અવનવા રજા લક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા આવેલી ગાઈડલાઈન મુજબ આણંદ જિલ્લામાં સતત કાર્યશીલ રહી અને પ્રજાલક્ષી કામ કરવાના હેતુથી એક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.પ્રજાને (નાગરિકો) થયેલા રોગોનું બીમારીનું કારણ જાણી તેમને સરકાર દ્વારા તે સહયોગ પૂરો પાડવામાં આણંદ જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા કરેલા કામોનું આ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.
