અંકલેશ્વર માં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધર્યું


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી વિસ્તાર માં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ ના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધર્યું હતું જેમાં વાહન ચેકીંગ તેમજ ટ્રાફિક ને અડચણરૂપ પાર્ક કરેલ વાહન ચાલકો ઉપર તવાઈ બોલાવી વાહન ડિટેઇન સાથે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ના પોલીસ ઇન્સ્પેકટર એસ,કે, ગામીત ,તેમજ અંકલેશ્વર બી ડિવીઝન પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેકટર વી.યુ ગડરિયા તેમજ જિલ્લા ટ્રાફિક પીએસઆઇ જે.પી ચૌહાણ સહીત ના પોલીસ કર્મચારીઓ એ અંકલેશ્વર ની પ્રતિન ચોકડી વિસ્તાર તેમજ વાલિયા ચોકડી વિસ્તાર માં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધર્યું હતું જેમાં વાહન ચેકીંગ સહીત લાઇસન્સ તેમજ વાહન ના દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા હતા ,સાથે ટ્રાફિક ને અડચણરૂપ આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકો ઉપર તવાઈ બોલાવી હતી સાથે માર્ગો ઉપર ટ્રાફિક ને નડતર રૂપ લારીઓ તેમજ પથારા વાળા ને પણ દૂર ખસેડી માર્ગ ને ખુલ્લો કર્યો હતો સાથે કેટલાક વાહનો ને ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *