



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
વાલિયા સામાજીક વનીકરણ રેંજ વાલીયા દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત રંગ નવચેતન વિદ્યા મંદિર સ્કુલના વિદ્યાર્થીઓ સાથે જન જાગૃતિ અને જન જાગરણ માટે વાલિયામાં રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

ઉત્તરાયણ પર્વ ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગો ચગાવવા નું ચાલુ થઈ ગયું. હોવાથી દોરીથી ઘાયલ થતાં પક્ષીઓની સારવાર માટે ભરૂચ જીલ્લામાં કરૂણા અભિયાનનો આરંભ કરી દેવાયો છે સામાજીક વનીકરણ વિભાગ ભરૂચના નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિ ની સુચના અને માર્ગદર્શન હેઠળ જનજગૃતિ માટે કરણા અભિયાન રેલી નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વાલિયા સામાજીક વનીકરણ રેન્જ દ્વારા રંગ ચેતન વિદ્યામંદિર સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા કરુણા અભિયાન રેલી યોજાય હતી આ રેલી માં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાલિયા ના એમ.એમ ગોહિલ ,વનરક્ષક એસ,એચ,કુરમી ,જે.ડી વસાવા ,તેમજ વનપાલ ડી,એસ રાઠવા સહીત ના વન કર્મીઓ તેમજ વિદ્યાર્થીઓ રેલી માં જોડાયા હતા આ રેલી વાલિયા માં ફરી હતી .
વન વિભાગ દ્વારા પક્ષીઓની માવજત અને બચાવ કામગીરી માટે દર વર્ષે કરૂણા અભિયાન અન્વયે કેમ્પનું આયોજન કરાય છે. ૨૦ મી જાન્યુઆરી સુધી જુદી જુદી સામાજીક સંસ્થાઓ, સ્વયમ સેવકો વન વિભાગ, વેટનરી ડોક્ટર, નગર પાલીકા કર્મચારી . સ્વંયમ સેવકો તરીકે ફરજ બજાવી પક્ષીઓ ને બચાવવા જહેમત ઉઠાવો, કરૂણા અભિયાન ઉત્તરાયણના ૩ દિવસ દરમ્યાન તબીબોની ટીમ સાથે સ્વંયમ સેવકો ભરૂચ તેમજ અંકલેશ્વર શહેર અને નગર પાલીકાઓમાં કાર્યરત રહેશે. ભરૂચનાં વાઈલ્ડ લાઈફ વોર્ડન અને નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિ કે આજુ બાજુ કોઇ ઘાયલ પક્ષીઓ દેખાઈ તો ટોલ ફ્રી નંબર પર જાણ કરી નિર્દોષ પક્ષીઓને બચાવી કરૂણા અભિયાનમાં મદદરૂપ થવા અપીલ કરી છે