



કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
તાપી જિલ્લાના વ્યારા નગરમાં આવેલ શ્રી કે. કે. કદમ કન્યા વિદ્યાલયની સામે, ટાવર રોડ ખાતે વિશ્વનિયંતા ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરીથી થતા જીવલેણ અકસ્માતોને નિવારવા બાઈક સવાર માટે સેફટીગાર્ડ રિફ્ન્ડેબલ એમાઉન્ટમા લગાડવામાં
આવ્યા….
વિશ્વનિયંતા ફાઉન્ડેશન છેલ્લા એક દાયકાથીસેવાકીય કાર્યો કરે છે જેમાં વસ્તુદાન,વિદ્યાદાન,તેમજ જનજાગૃતિને લગતા તમામ કાર્યો કરે છે.

તા. ૦૮/૦૧/૨૦૨૩ના રવિવારના રોજ વિશ્વનિયંતા ફાઉંડેશન દ્વારા ઉત્તરાયણના પાવન તહેવારમાં પતંગની દોરીથી થતા જીવલેણ અકસ્માતોને નિવારવા બાઈક સવાર માટે સેફટીગાર્ડ ફાઉન્ડેશનના તમામ સભ્યો દ્વારા ( ગાડી પર લગાવવાનો તાર) 50/-રુ.ના રીફન્ડેબલ એમાઉન્ટના રાહત દરે વ્યારા નગરના તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા નગરજનોના બાઈક પર લગાડીને માનવસેવાનુ એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. આ
કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સભ્યો નચિકેત પટેલ, ઉમેશ તામસે, જીગ્નેશ ગડેરિયા, જય દેસાઈ,
કરણ રાણા, ભૌમિક રાજપૂત જેવા યુવા સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ સેફટીગાર્ડને
બાઈક પર લગાડીને આનંદની અનુભૂતિ કરી હતી.
આવું ઉત્તમ કાર્ય હજી સુધી વ્યારા નગરમાંકોઈએ કર્યું નથી. માત્ર વિશ્વનિયંતા ફાઉન્ડેશન વ્યારા દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. જે કાર્યને વ્યારાના નગરજનોએ શાબ્દિક પ્રશંસા કરી વ્યક્ત કરી હતી.