
રિપોર્ટ : બીના પટેલ
માનવ અધિકાર એવમ બાલ વિકાર સંગઠન દ્વારા આયોજિત માનવ પ્રતિભા એવોર્ડ સન્માન નું આયોજન ભાવનગરમાં કરવામાં આવ્યું હતું. આ ઓલ ગુજરાતના માત્ર પ્રમુખ અને મંત્રી હજાર રહેલ માત્ર ત્રણ જ મહિનામાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવેલું હતું. કાળુભાઈ જાંબુચા ગુજરાત ઇન્ચાર્જ અને ભાવનગર શહેર પ્રમુખ હિરેનભાઈ વાઘેલા અને જિલ્લા પ્રમુખ વિનોદભાઈ મકવાણા અને એમની ટીમે ખૂબ જ સરસ આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમ માં ૩૦૧ અધિકારી, પદાધિકારી વ્યક્તિઓ હાજર રહેલ તથા ૧૦૭ ગુજરાત માટે એવોર્ડ ફોર્મ આવેલા હતા એમાં માત્ર ૨૫ અલગ અલગ સેવા કે પ્રવૃત્તિમાં હોદ્દા કે પ્રતિષ્ઠા માટે નહિ પણ માટે સેવા માટે કામ કરેલા હોય એવા પડદા પાછળ હોય એવા લોકો ને સન્માનિત કરવા માં આવ્યા હતા.

આ કાર્યક્રમ માં માં માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ના સ્થાપક શ્રી રમેશચંદ્ર જી ઉપાધ્યાય, તથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીલેશભાઈ જોશી ,શ્રી રવિ કુમાર ત્રિપાઠી, ભાવનગરના યુવરાજસિંહ,ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધરીયા, મહેન્દ્રભાઈ પનોત,સર્વોત્તમ ડેરી ચેરમેન શ્રી હેમાંગભાઈ રાવળ, સાઈબર ક્રાઇમ એક્સપર્ટ આ કાર્યક્રમ માં હાજરી આપી કાર્યક્રમ નું સ્તર ખૂબ ઊંચું કર્યું હતું.


રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીલેશભાઈ જોશી, ગુજરાત ના સ્થાપક, જેમને માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ને માત્ર એક જ વર્ષ ની અંદર અંદર આ સંગઠન ને ખુબ બહોળું સ્વરૂપ આપ્યું અને આજે ગુજરાત ના 33 જિલ્લાઓ માં તથા ભારત ના 5 રાજયો માં આ સંગઠન ને મજબૂત બનાવ્યું છે.
હાજર રહેલ તમામ મહાનુભાવો ના હસ્તે માનવ અધિકાર ના પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ના અંત માં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીલેશભાઈ જોશી દ્વારા તમામ અતિથિ વિશેષ ને મોમેન્ટો દ્વારા સન્માવામાં આવ્યા હતા. તથા આવેલ મહેમાનો અને અતિથિવિશેષ ને કાર્યક્રમ માં આવવા બદલ આભાર ની લાગણી પ્રગટ કરી હતી.