સાહિત્ય સેતુ ગૃપ, વ્યારા દ્વારા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં ‘૧૮ મી કાવ્યગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું…

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

તારીખ ૦૮/૦૧ /૨૦૨૩ ના રવિવારના દિવસે સાંજે ૬:૧૫ કલાકે તાપી જિલ્લાના વ્યારા નગરમાં આવેલ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયનાં હોલમાં ૧૮ મી ‘ કાવ્ય ગોષ્ઠિ’ સાહિત્ય સેતુ ગૃપ, વ્યારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાવ્ય ગોષ્ઠિમાં વ્યારા નગરના તેમજ આસપાસના કવિ ગણ હાજર રહી પોતાની રચનાનું પઠન કર્યું હતું. આ કાર્યક્રમમાં ૧૦
જેટલા કવિઓએ પોતાની રચનાનું પઠન કર્યું હતું. કાર્યક્રમમાં પધારેલ શ્રોતાઓએ કવિતા સાંભળી આનંદની અનુભૂતિ કરી હતી.આ કાર્યક્રમમાં સાહિત્ય સેતુના અધ્યક્ષ એવા શ્રી નૈષધભાઈ મકવાણાએ પ્રસંગોચિત ઉદભોધન કર્યું હતું અને કાવ્ય લેખનનુ મહત્વ સમજાયું હતું. શાળાના આચાર્ય શ્રી આશિષભાઈ પટેલ અને નિવૃત્ત શિક્ષક શ્રી ચેતનભાઈ ચૌધરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કવિમિત્રોને પ્રોત્સાહન પુરુ પાડયું હતું. કાવ્ય ગોષ્ઠિમાં પઠન કરનાર શ્રી નૈષધ મકવાણા, ગીતાબેન મકવાણા, ઉમેશભાઈ તામસે,જીગીષાબેન ચૌધરી યોગેશભાઈ ઉપાધ્યાય,સુજીતભાઈ ચૌધરી,
ઊર્મિલાબેન ભટ્ટ, ચંદ્રસિંહભાઈ ચૌધરી, બિરેનભાઈ ટેલર વગેરે કવિ મિત્રોએ પોતાની કવિતાનું પઠન ઉત્સાહભેર રીતે કર્યું હતું. અંતે બધા ભોજન લઈ છુટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નૈષધભાઈ મકવાણા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *