









શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે સ્નેહ મિલન સમારોહ યોજાયો
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માં ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કડવા પાટીદાર સમાજ નો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો જેમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ના હોદ્દેદારો સહીત મોટી સંખ્યા માં સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા .શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા ના પ્રમુખ બાબુભાઇ જમનાદાસ પટેલ ,વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ના પ્રમુખ આર.પી.પટેલ .શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર ના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા ,અંકલેશ્વર ના મહેશ પટેલ ,ચેરમેન શૈલેષ પટેલ ,સહીત ના આગેવાનો ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સમારોહ નો રાષ્ટ્રગાન અને દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો ,આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમારોહ માં મોટી સંખ્યા માં કડવા પાટીદાર સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા