રિપોર્ટ ,મયુર પટેલ


JCI BARDOLI (SARDAR) એ બારડોલી ખાતે જુદી જુદી સમાજ સેવા કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ૪૦ વર્ષ સુધીના યુવાનોને પોતાની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થાય છે. અને સમાજ જાગૃતિની અનેક પ્રવૃત્તિઓ કરે છે કોરોના કાળ દરમિયાન પણ આ સંસ્થાએ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ સંસ્થામાં દર વર્ષે સારી સેવાભાવી વ્યક્તિઓને સેવા કરવાની તક આપવામાં આવે છે જેમાં વર્ષ ૨૦૨૩ ના પ્રમુખ તરીકે કેતન પટેલ અને vice precident(com) તરીકે ઠક્કરબાપા ઉ.બુ.આશ્રમશ, વહેવલ. ના આચાર્ય અને બાબેન શક્તિનગર ના વતની પ્રેમકુમાર ગોસ્વામી ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. પ્રેમકુમાર ગોસ્વામી મહુવા તાલુકા માધ્યમિક શાળા ટીચર્સ સોસાયટીના પ્રમુખ તરીકે, સુરત જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના મંત્રી તરીકે, સુરત, નવસારી ,તાપી, ગૌસ્વામી સમાજ, બારડોલી ની Pepple for Police foundation જેવી અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલયે છે. તેમની નિમણૂકથી એમના મિત્ર વર્તુળમાં ખુશી છવાઈ હતી અને સર્વે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત સેક્રેટરી ભાવિકાબેન અંધારીયા, ટ્રેઝરર ઓમપ્રકાશ ચંદ્રાકર, આશાબેન લાલાણી, કાલિદાસભાઈ પટેલ, જયદીપ પ્રજાપતિ, મીત પટેલ, ભાર્ગવ ભટ્ટ, વિગેરેને પણ JCI LGB ટીમમાં લેવામાં આવ્યા હતા…
