નીલકુમાર રાવની ભાજપ બક્ષીપંચ મોરચાના દક્ષિણ ઝોન પ્રભારી તરીકે નિમણૂક

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીલકુમાર રાવની બક્ષીપંચ મોરચાના દક્ષિણ ઝોન પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ નિમણૂકથી નીલકુમાર રાવને સંગઠનની વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં બક્ષીપંચ મોરચાની સંગઠનાત્મક પ્રવૃત્તિઓને આગળ વધારવા, કાર્યકર્તાઓ સાથે સંકલન સાધવા તથા સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં તેઓ કામગીરી કરશે. નીલકુમાર રાવની આ નિમણૂક બદલ પક્ષના કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે. નર્મદા જિલ્લામાં પણ તેમની નવી જવાબદારીને લઈને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *