નવસારી જિલ્લાના વાર્ષિક રમતોત્સવમાં ચાર ટ્રોફી સાથે રાનકુવા હાઇસ્કુલનો શ્રેષ્ઠ દેખાવ.

રિપોર્ટ ,મયુર પટેલ

 નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી ગવશ્રીની કચેરી અને સદભાવ સેવા પરિવાર ભાઠલા દ્વારા આયોજિત જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્રિડામંડળનો ૨૫મો હીરક રમતોત્સવ ગૌયદી- ભાઠલાની બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાયો હતો. જિલ્લાના 3000 જેટલા રમતવીરો અને 233 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં બી. એલ .પટેલ રાનકુવાના વિદ્યાર્થીઓએ ચાર રમતો-કબડ્ડી ભાઈઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગ પ્રથમ, કબડ્ડી બહેનો ઉચ્ચતર માધ્યમિક વિભાગ પ્રથમ, રસ્સાખેચ ભાઈઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગ પ્રથમ અને રસ્સાખેચ ભાઈઓ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થઈ ચાર ટ્રોફી સ્કૂલને નામે કરી હતી . સૌ ખેલાડીઓ અને તેમને તૈયાર કરનાર પીટી શિક્ષક રાકેશભાઈ પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી ધવલભાઇ પટેલ અને વિદ્યાર્થીઓ સાથે રહી તેમને સતત પ્રોત્સાહિત કરી જુસ્સો વધારતા રહ્યા, એ સૌ શિક્ષકોને શાળાના આચાર્યશ્રી સંજયસિંહ પરમાર સાહેબ ,શાળાના પ્રમુખશ્રી બળવંતરાય સી. દેસાઈ અને મંત્રીશ્રી જશુભાઈ એમ. નાયકે અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા 15 વર્ષથી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રમત ક્ષેત્રે રાજ્ય કક્ષા સુધી પહોંચી  ઉમદા દેખાવ કરેલ છે અને રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ છે ખેલ મહાકુંભમાં ચીખલી તાલુકાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો છે. શાળા પાસે ઉપલબ્ધ વિશાળ 7 એકર જમીનમાં અધ્યતન રમત સુવિધા પ્રાપ્ત થાય એના માટે ઠાકોર કાકા પ્રયત્ન કરી રહ્યા છે.રમતવીરોને ટ્રોફી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ. રાજેશ્રી ટંડેલના હસ્તે સમાપન સમારોહમાં અર્પણ કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *