


કમલમ ન્યુઝ. સમીર શાહ.વ્યારા.
પ્રાકૃતિક ખેતી એ”રાસાયણ મળત અને પશુઘન આધારિત ખેતી” છે. તે એક વૈવિઘ્યસભર ખેતી પ્રણાલી છે. જે પાક. વૃક્ષો અને પશુઘને એકીકૃત કરેછે. જે કાયાઁત્મક જૈવ વિવિઘતાના ન્યાયપૂણૅ ઉપયોગને મંજૂરી આપે છે. જમીનની ફળદ્રુપતા અને પયાઁવરણીય સ્વાસ્ઢયને પુનઃસ્થાપિત કરવા અને ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ને ધટાડવાની સાથે ખેડૂતોના ખેતી ખર્ચને નહિવત કરી આવક માં વઘારો કરેછે. “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી ના ભાગ રૂપે. અમદાવાદ ખાતેના”પંચાયત મહા સંમેલન” માં માનનીય. પ્રઘાનમંત્રીશ્રી એ ગુજરાત રાજ્યના તમામ ગામોમાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના માનનીય રાજયપાલ શ્રી આયાયૅ દેવવ્રત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વઘારવા સતત પ્રયાસો કરી રહ્યા છે. સરકારશ્રીના કૃર્ષિ વિભાગ અને વહીવટી તંત્ર પણ પ્રાકૃતિ ખેતીનો વિસ્તાર વઘારવા માટે કામગીરી કરી રહેલ છે. તાપી જિલ્લા ના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૧૧/૦૧/૨૦૨૩ ને બુઘવાર. સવારે ૧૧:૦૦ કલાકે ડો. શયામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે ” પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ” નુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ બાબતે માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી અપનાવ માટે ખેડૂતોને પોત્સાહિત કરવામાં આવશે. જીલ્લા મા પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડુતો ના અનુભવોનુ આદાન પદાન કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે. બીજા ખેડુતો ને પ્રાકૃતિક ખેતી મા જોડાવા તરફ આકર્ષિત થાય. લોકોના આરોગ્ય ની સુખકારી અગે જાગૃત તા આવે તેમજ ખેડૂતોને આત્મ નિર્ભયતા માં સહયોગી બનવા જિલ્લા ના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પધ્ધતિક ખેતી અંગેનું રાખવામાં આવેલ છે. જે મા ખેતીવાડી ના સભ્યો. તે મજ સરકારી સભ્યો હાજર રહ્યા હતા.
