અંકલેશ્વર માં પુરોહિત સેવા સંઘ દ્વારા વાહન ચાલકો ને પતંગ ની દોરી થી બચવા માટે તાર ના સેફટી ગાર્ડ લગાવી આપ્યા

શહેર ના ત્રણ રસ્તા સર્કલ પાસે શહેર પોલીસ ના સહયોગ થી ટુવ્હીલર માં વિના મુલ્યે સેફટી ગાર્ડ લગાવ્યા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર ના ત્રણ રસ્તા સર્કલ પાસે પુરોહિત સેવા સંઘ દ્વારા શહેર પોલીસ ના સહયોગ થી મોટર સાયકલ ચાલકો ને. ઉતરાયણ પર્વ અનુલક્ષી ને પતંગ ની દોરી થી બચવા માટે વિના મુલ્યે તાર ના સેફટી ગાર્ડ લગાવી આપી સરાહનીય કામગીરી કરી હતી.

આગામી ઉતરાયણ પર્વ માં પતંગ ની દોરી ને લઇ કોઈ મોટર સાયકલ ચાલક ઈજાગ્રસ્ત કે જીવ ન ગુમાવે તે ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર ના પુરોહિત સેવા સંઘ દ્વારા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ ના સહયોગ થી અંકલેશ્વર શહેર ના ત્રણ રસ્તા સર્કલ પાસે માર્ગ પર થી પસાર થતા મોટર સાયકલ ચાલકો રોક્યા હતા. અને જેમની મોટરસાયકલ ઉપર તાર ના સેફટી ગાર્ડ ન હતા તેમને વિના મુલ્યે સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા. આ ઉપરાંત વાહન ચાલકો ને માર્ગ પર મોટરસાયકલ આગળ આવતી દોરી થી બચવા મોટરસાયકલ ધીમી રફતાર સાથે, તેમજ ગળા મફલર કે રૂમાલ બાંધવા તેમજ મોટરસાયકલ ધ્યાન થી ચલાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું . આ પ્રસંગે પુરોહિત સમાજ ના પરેશ રાજગોર ,સહીત ના આગેવાનો તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *