અંકલેશ્વર શહેર ના સમસ્ત રાણા સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલા નો સન્માન સમારોહ યોજાયો

શિશુ 1 થી લઇ ધોરણ 12 અને કોલેજ તેમજ ડિગ્રી મેળવનાર તારલાઓ ને સન્માનિત કર્યા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર ના સમસ્ત રાણા સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલા નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા શિશુ 1 થી લઇ ધોરણ 12 અને કોલેજ તેમજ ડિગ્રી મેળવનાર તારલાઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અંકલેશ્વર દ્વારા જલારામ મંદિર હોલ ખાતે રાણા સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો શિક્ષણ ક્ષેત્ર માં વધુ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. 2021-22 વર્ષ માં વાર્ષિક પરીક્ષામાં સારા ગુણાંક મેળવી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને નગર પાલિકા ના સભ્ય જ્યોત્સનાબેન રાણા અને નગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય ધર્મેશ રાણા ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી અંકલેશ્વર સમસ્ત રાણા સમાજ ના પ્રમુખ શંકરલાલ રાણા, મંત્રી ભરતભાઈ રાણા, કારોબારી સભ્ય નિલેશ રાણા, પ્રકાશ રાણા,સહીત સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *