વિજયાદશમી પર્વે સિદ્ધપુરમાં ક્ષત્રિય સમાજની ભવ્ય બાઈક રેલી અને શસ્ત્રપૂજન – ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

વિજયાદશમી (દશેરા) ના પાવન પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજ સિદ્ધપુર દ્વારા ભવ્ય બાઈક રેલી તથા પરંપરાગત શસ્ત્રપૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી કાર્યક્રમમાં સિદ્ધપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.સિદ્ધપુરના મુખ્ય માર્ગો પર કેસરિયા ધ્વજ સાથે નીકળેલી ભવ્ય બાઈક રેલીમાં ક્ષત્રિય સમાજના યુવાનોનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. “જય ભવાની” ના જયઘોષ સાથે નીકળેલી આ રેલીએ શહેરમાં અનેરો ઉત્સાહ ફેલાવ્યો હતો. યુવાનો દ્વારા દાખવવામાં આવેલ શિસ્ત, એકતા અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેનું સમર્પણ ખરેખર પ્રશંસનીય હતું.ત્યારબાદ આયોજિત શસ્ત્રપૂજન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સહિત સૌ આગેવાનોએ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોની પૂજા-અર્ચના કરી હતી.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,
“શસ્ત્રપૂજન એ માત્ર એક પરંપરા નથી, પરંતુ આપણી શૌર્યગાથા, સ્વાભિમાન, ધર્મરક્ષા અને ક્ષત્રિય સમાજના ગૌરવશાળી વારસાનું પ્રતીક છે. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, શૌર્ય અને સંસ્કારોનું જતન કરી નવી પેઢી સુધી પહોંચાડવા માટે આવા આયોજનો અત્યંત મહત્વપૂર્ણ છે.”તેમણે આ સુંદર આયોજન બદલ ક્ષત્રિય સમાજ સિદ્ધપુરના તમામ આગેવાનો, યુવાનો અને આયોજકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી રણજીતસિંહ સોલંકી, શ્રી મહાવીર સિંહ ઝાલા (પી.આઈ. સિદ્ધપુર), શ્રી મનોજસિંહ ઝાલા, શ્રી દિલીપજી ઠાકોર, શ્રી કિરણસિંહ, પ્રભાતસિંહ ઠાકોર, વિક્રમસિંહ ઠાકોર, ભરતસિંહ કાલેડા, રોહિતસિંહ, સરપંચ શ્રી પ્રવીણજી કાકોશી, શ્રી ભદરસિંહ, શ્રી ભરતસિંહ, શ્રી અલ્પેશભાઈ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *