નર્મદા પરિક્રમા એ દાદા દાદી સાથે પગપાળા નીકળેલ એમપી નો 11 વર્ષીય પિયુષ સાવલે અંકલેશ્વર માં આવી પહોંચ્યો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

,હાલ માં માઁ નર્મદા ની ચાલી રહેલી પરિક્રમા માં મધ્યપ્રદેશ નો 11 વર્ષીય પિયુષ દાદા-દાદી નો સહારો બની પરિક્રમા માં જોડાયો છે . બાળ જીદ્દ આગળ દાદા અને પિતા અને શાળા ના શિક્ષક પણ ઝૂકી જઈ પરિક્રમા ની મંજૂરી આપતા . એક મહિના પૂર્વે દાદા દાદી સાથે ઓમકારેશ્વર થી પગપાળા માઁ નર્મદા ની પરિક્રમા શરૂ કરી અંકલેશ્વર ના રામકુંડ ખાતે આવી પહોંચ્યો હતો અને રામકુંડ ખાતે ભોજન કરી પરિક્રમા ને આગળ ધપાવી હતી

. દશેરા પર્વ થી લઇ હોળી પર્વ સુધી ચાલતી માઁ નર્મદા ની પરિક્રમા માં સંતો-મહંતો હોય કે પછી માઈ ભક્તો હોય પોતાની બળ શક્તિ અને ભક્તિ થી પગપાળા પરિક્રમા કરતા હોય છે. ત્યારે 3600 કિલોમીટર ની અત્યંત કઠોર નર્મદા પરિક્રમા અનેક કસોટી વચ્ચે ભક્તો પાર કરતા હોય છે. આવામાં એક માત્ર 11 વર્ષીય બાળક જો નર્મદા પરિક્રમા કરે તો આશ્ચર્ય પમાડે છે. મધ્યપ્રદેશનો 11 વર્ષીય પિયુષ સાવલે એ 1 મહિના પૂર્વે ઓમકારેશ્વર થી દાદા-દાદી સાથે નર્મદા નદીની પરિક્રમા શરુ કરી છે. આજે પરિક્રમા નો પહેલો પડાવ પૂર્ણ કરવા ની આડે છે. ત્યારે વૃદ્ધ દાદા-દાદી સાથે પગપાળા નર્મદા પરિક્રમા કરતા નર્મદે હર બોલતો બોલતો અંકલેશ્વર ના રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યો હતો ત્યારે પિયુષ ના દાદા ગોવિંદ સાવલે ને પુછાતા જણાવ્યું હતું કે પિયુષ મનોહર સાવલે મારો પૌત્ર છે હું અને મારા પત્ની નર્મદા પરિક્રમા ની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પિયુષ એ જીદ પકડી કે હું પણ નર્મદા નદી પરિક્રમા કરીશ જ. જેને સમજાવો કે ખુબ ઠંડી હશે. બહુ ચાલવું પડશે અનેક કઠિનાઈ આવશે. છતાં તે માન્યો જ નહિ અને તેના પિતા એ પણ સમજાવ્યો છતાં માન્યો નહીં. ધોરણ 5 માં તેનો અભ્યાસ ચાલુ હતો ત્યારે શાળા શિક્ષક આગળ 3 મહિના ની રજા ની વાત કરી શિક્ષકો પણ તેના આ મક્કમ મન આગળ ઝૂકી ગયા હતા મંજૂરી આપતા અંતે તેના માતા પિતાને પણ મનાવી લીધા હતા. અને અમારી જોડે પરિક્રમા શરુ કરી છે તો આ અંગે 11 વર્ષીય પિયુષ જોડે ના મનની વાત જાણવા ની કોશિષ કરતા વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દાદા- દાદી ને પરિક્રમા ની તૈયારી કરતા જોય મને પણ માં નર્મદા નદીની પરિક્રમા કરવા ની ઈચ્છા થઇ અને એ પ્રબળ ઈચ્છા પુરી કરવા મેં જીદ કરી અને શાળા શિક્ષક અને માતા -પિતા ને મનાવી લીધા છે. અને આજે અર્ધી નર્મદા નદી ની પરિક્રમા પૂર્ણ કરવા જઈ રહ્યું છું જ્યાં રોકાઈ છું ત્યાં માતાજી ની આરતી કરી રહ્યો છું અને નર્મદા ચાલીસા નું પઠન કરી રહ્યો છું દાદા-દાદી નો સહારો બનવાની સાથે સાથે માં નર્મદા ની આટલી ઉંમરે ભક્તિ કરવા ની જે તક મળી છે તેનાથી હું ખૂબ ખુશ છું. ઈચ્છા છે કે માં નર્મદા ની પરિક્રમા કરી આ વાત અન્ય માઈ ભક્તો સુધી પહોચાડો કે મન મક્કમ અને જો તમારી જીદ્દ હશે તો માં પણ તેની કૃપા તમારી પર રાખશે અને ગમે-તેટલા સંકટ હશે નર્મદા પરિક્રમા તમે પૂર્ણ કરશો જ એ મારી માતાજી પ્રત્યે ની આસ્થા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *