માંડવી નગર રિવરફ્રન્ટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિતે ૫૧ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો

સંજય ચુડગરબ્યુરોચીફ. સુરત

ગુજરાત રાજય યોગ બોર્ડ તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત, તા.૧૪મી જાન્યુ.ના રોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે, રિવરફ્રન્ટ ખાતે ૫૧ સુર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. વહેલી સવારે પુણ્યસલીલા તાપી નદીના તટે, ફૂલગુલાબી ઠંડી વચ્ચે આશરે ર૦૦ થી વધુ યોગી ભાઈ બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.
ગુજરાત રાજય યોગ બોર્ડ-સુરત જિલ્લાના કો-ઓર્ડિનેટર શ્રીમતી દિશાબેન જાનીના સંકલનમાં, માંડવી તાલુકાના યોગ કોચ શ્રી શાંતિલાલ વસાવા, સુરત જિલ્લાના સિનિયર યોગ કોચ નયનાબેન, બારડોલી તાલુકાના યોગ કોચ અજયભાઈ, માંડવી તાલુકાના સોશ્યલ મિડિયા વોલન્ટીયર અંજલિબેન વાંકડા, યોગ ટ્રેનરો, યોગ સાધકો તથા માંડવી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માંડવી નગર ભાજપ પ્રમુખ શ્રી નટુભાઈ રબારી તથા માંડવી નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતિ અલકાબેન લોઢાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંજલિબેન વાંકડાનએ કર્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *