રાજકોટના ગૌરીદળમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ સંપન્ન

અસંખ્ય સંપ્નદાયો અને વ્યકિ્ પૂજાનો દેશ એટલે ભારત… વિજ્ઞાન જાથા

– ધાર્મિક સ્થળોએ વ્યાપાર, ઉદ્યોગ સ્થાનનું કેન્દ્ર… ચેરમેન પંડયા.
– ભ્રમણા, ભ્રામક વ્યક્ગિત અનુભવ એટલે સાક્ષાત્કાર.
– કણસાગરા મહિલા કોલેજ ઉપક્રમે અનેકવિધ કાર્યક્રમોમાં અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ.
– ગ્રામજનો, જનસમાજ, તાલીમાર્થીઓને જ્ઞાન–વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું.
– જાથાનો ૧૦૦૧ર મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત રાજકોટ, સમસ્ત ગ્રામજનો, પંચાયત, ગૌરીદળના સહયોગથી શ્રીમતિ કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના સ્પે. કેમ્પ ર૦ર૩ ઉપક્રમે જનસમાજમાં જનજાગૃતિ માટે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતોનો અંધશ્રદ્ધા નિવારણનો ૧૦૦૧ર મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. અસંખ્ય સંપ્નદાયો અને વ્યકિ્ પૂજાનો દેશ એટલે ભારત તે સંબંધી વિસ્તૃત માહિતી પ્નશ્નોતરીમાં આપવામાં આવી હતી. ભારતની પ્નગતિમાં સૌ કોઈ ભાગીદાર થાય તે સંબંધી વાત મુકવામાં આવી હતી. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન કણસાગરા મહિલા કોલેજના પ્નોફે. ડૉ. યશવંતભાઈ ગૌસ્વામીએ કર્યું હતું. તેમણે તાલીમાર્થીઓ દ્વારા ગામમાં કરવામાં આવેલી વિવિધ પ્નવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. જાથાનો કાર્યક્રમ સમાજ ઉપયોગી, જાગૃતતાનો હોય દર વષ્ર્ો શિબિરમાં રાખવામાં આવે છે. ગામના લોકોનો સવિશેષ આભાર માન્યો હતો. ઉદ્દઘાટન સમારોહમાં ગામના સરપંચ બીનાબેન મનીષભાઈ અજાણી, રામજીભાઈ ગજેરા, શૈલેષભાઈ અજાણી, હસમુખભાઈ એચ. અજાણી, ભરતભાઈ અજાણી, થાન ગિરીરાજ સ્ટુડીયોના વિપુલગિરી ગોસ્વામી, પ્નોગ્રામ ઓફીસર ડૉ. આર. સી. પરમાર, ઉપસરપંચ ભરતભાઈ સોરઠીયા, અનિલભાઈ ડાંગર, રમેશભાઈ અજાણી, સુનિલભાઈ પરમાર હાજર રહી ગ્રામ ઉત્થાન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્નમુખ સિધ્ધાર્થભાઈ દેગામીએ આગવી શૈલીમાં પ્નયોગ નિદર્શન સાથે વિજ્ઞાનના ક્રિયાકારણના સંબંધ વિશે અને શ્રદ્ધાળુઓએ સાવધાની રાખવા માટેના સૂચનો કર્યા હતા.
રાજકોટથી ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, જેતપુરના રમેશભાઈ પરમાર, સંજયભાઈ જાદવ, જીતુભાઈ શેખવા, વિવેક શેખવા, અંકલેશ ગોહિલ, ધીરૂભાઈ ટોળીયા, થાનના ગિરીરાજ સ્ટુડીયોના અર્જુન ગોહિલ, સમીર અદાણી, પાર્થભાઈ, વિપુલગિરી ગોસ્વામીની ટીમ હાજર રહી પ્નયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો.
જાથાના રાજય ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ પ્નશ્નોતરીના જવાબમાં જણાવ્યું કે લોકો ઢોંગી ધાર્મિક નેતાની માયાજાળ, ચુંગાલમાંથી મુકત થાય તે માટે જાથા સતત પ્નયત્નો કરી રહ્યું છે. વર્ષો પૂર્વેના પૂર્વજોએ ધર્મની સ્થાપના જે તે સમયે સ્તુત્ય કરી હતી પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે. ધાર્મિક સ્થાનો, ધર્મ, સંપ્નદાયોએ વેપાર–ઉદ્યોગનું સ્થાન લઈ લીધું છે. મૂળ ધર્મ જ ભુલાઈ ગયો છે. ભારત દેશ અસંખ્ય સંપ્નદાયો, વ્યકિ્ પૂજા, ઢોંગીઓનો થઈ ગયો છે તેવું જાગૃતો અનુભવે છે. ખોટું અનુસરણથી બરબાદી, અધોગતિ મળશે તે નિશ્ચિત છે. માનવીએ પોતાની જરૂરીયાત માટે સમાજ કે ધર્મનું સર્જન કર્યું છે પરંતુ અત્યારની સ્થિતિએ સર્જનકર્તા માનવીને બહારના તત્વો ગળી જવા બેઠો છે. સાક્ષાત્કાર એટલે ભ્રમણા, એ હકિકત વૈજ્ઞાનિક તેમજ મનોવૈજ્ઞાનિક રીતે સિધ્ધ થયેલી છે. જે વસ્તુ, મંત્ર–તંત્ર, આભાસીનું નિરંતર, વારંવાર રટણ દ્રઢ માન્યતાથી કરતાં હોય તેની વ્યક્ગિત ભ્રમણા, સાક્ષાત્કાર તેઓને થાય જ અને અનુભવે પણ ખરા તેથી અમુક લોકો ભ્રામક અનુભવને સાક્ષાત્કાર તરીકે ઓળખાવે છે પરંતુ તે વાસ્તવિક સત્ય નથી. તેનાથી દેશ–સમાજને કોઈ ફાયદો નથી. વિજ્ઞાને સાક્ષાત્કારના અનુભવને ચકાસણી કરતાં બકવાસ સાબિત થયેલ છે.
વધુમાં જાથાના પંડયાએ જણાવ્યું કે વિજ્ઞાનની શોધખોળથી તથા વૈજ્ઞાનિક અભિગમથી માનવ જીવન સમૃદ્ધ અને સંપન્ન થયું છે. વિજ્ઞાને માનવને અમાપ ગતિએ પહોંચાડયો છે. વિજ્ઞાનનો માનવી દુરઉપયોગ કરે તેનો દોષ આપવો સહેલો છે. અત્યારે વિજ્ઞાન ચંદ્ર અને મંગળ ઉપર વસાહત ઉભી કરવા જબરદસ્ત પ્નયત્નો કરે છે કેટલી પેઢી નીકળશે તે શોધના આધારે સફળતા મેળવવાના છે. હાથના આંગળામાં ગ્રહોના નંગની વીંટીઓ, તેના જપ, યજ્ઞ, નિવારણો કરવાવાળા સમાજ–દેશને ભારોભાર નુકશાની–દરિદ્રતા આપે છે તેનાથી જાથા દુ:ખ અનુભવે છે. અવકાશી ગ્રહો માનવ જીવનને તેના પ્નશ્નોને અસરકર્તા નથી તે વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે છતાં કુંડળી, રાશિ ફળકથનો વિગેરેમાં શ્રદ્ધા રાખી પોતાના પરિવારને બરબાદી આપે છે. આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે. વિજ્ઞાન અભિગમ માનસ વ્યક્નિે કાયમ ફાયદો કરાવે છે. વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈ નકામા શાસ્ત્રો છે.
વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે ભારતમાં અભિવ્યકિ્ – સ્વાતંત્ર્યના નામે, એના થતા દુરપયોગ તથા તેના દ્વારા સ્વાર્થ સાધના ઉપર નિયંત્રણ હોવું અતિ જરૂરી થઈ ગયું છે. આજે વ્હેમ, અંધશ્રદ્ધાની પોષક સીરીયલો, ફિલ્મો ઉપર પાબંદી જરૂરી છે. કાયદો બનાવવો પડશે. આજે પ્નચાર માધ્યમો જ્ઞાન સાથે વિજ્ઞાન લોકોને લાભકર્તા આપે છે. સાથે અમુક વર્ગને ધ્યાનમાં રાખી અંધશ્રદ્ધા, અજ્ઞાન પોષક ખોરાક પીરસે છે તેનાથી બૌદ્ધિકો અતિ ચિંતિત છે. લોકોએ લોકચળવળ ઉભી કરી વિકાસ–પ્નગતિના આંદોલન કરવા પડશે તે દિવસો નજીકમાં છે.
જાથાના પંડયાએ બાબાઓ, સ્વામીઓના કામલીલાના ભાંડાફોડના પ્નશ્નના જવાબમાં જણાવ્યું કે દરેક માનવી જ નહિં, પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિની જાતીય વૃત્તિ તેના અસ્તિત્વ સાથે જોડાયેલી ભુખ, તરસ લાગવી, જેવી જ સહજ કુદરતી વૃત્તિ છે. સજીવનું અસ્તિત્વ હોય ત્યાં સુધી આ કુદરતી વૃત્તિઓ રહેવાની છે. ખોરાક, પાણી કે પ્નાણવાયુ સિવાય સજીવનું અસ્તિત્વ શકય જ નથી તેવું જ માનવીની જાતીય વૃત્તિનું છે. ખરેખર તો દરેક ધર્મોએ જાતીય વૃત્તિ પર દમન અને અંકુશની વાતો, લગામ મુકવી ન જોઈએ સાથે બ્રહ્મચર્યની દંભી ગુણગાન ગાવા ન જોઈએ. બ્રહ્મચર્યની દંભી આભાએ માનવજાતનું અમાપ નુકશાન કર્યું છે. સંસારી માનવ–ધર્મગુરુ સંસારી આવકાર્ય છે. જાથાએ પ્નયોગોનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *